નખત્રાણામાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનોની હત્યાનો કરાયો પ્રયાસ

Live Viewer's is = People
ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને હોસ્પિટલ ખસેડાયા : મોડી રાત્રે સર્જાયેલા ધિંગાણાના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ : અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનોની હત્યાનો કરાયો પ્રયાસ : ૧૬ શખ્સો સામે નોંધાઈ ફોજદારી


નખત્રાણા : શહેરના પ્રમુખ રાજપૂત પોઈન્ટ પાસે જે.પી. હોટલ સામે મોડી રાત્રીના બે જૂથો વચ્ચે મારક હથિયારો વડે લોહિયાળ ધિંગાણું સર્જાયું હતું, જેમાં બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. રાત્રે સર્જાયેલ ખૂની હુમલાના બનાવથી આ પંથકમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ચાર શખ્સો સહિત ૧૬ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગૌતમભાઈ શામજીભાઈ ભાદાણી (પટેલ) (ઉ.વ. ૩૧) (રહે કૈલાસનગર, નખત્રાણા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, જીવલેણ હુમલાનો બનાવ ગત રાત્રીના પોણા અગિયાર વાગ્યે જે.પી. હોટલ પાસે પ્રમુખ રાજપૂત પોઈન્ટ નજીક રોડ ઉપર બનવા પામ્યો હતો. તેઓના મિત્ર વિક્રમસિંહ સોઢા અને આરોપી ઈરફાન કુંભાર વચ્ચે ગત તા. ર૯-પ-૧૯ના કોઈ પણ બાબતે ઝઘડો થયેલ અને તેમાં તેઓ વચ્ચે પડીને બંને છોડાવેલ હતા, તે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓ સદામ કુંભાર, ઈરફાન કુંભાર, સાજણ (રિક્ષાવાળો), અબાનો નાનો ભાઈ તથા તેમની સાથે બીજા ૧૦થી ૧ર ઈસમો (રહે તમામ નખત્રાણા)નાઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી તલવાર, ધોકા, લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો લઈ રિક્ષા તથા ચારેક મોટર સાઈકલો ઉપર આવી ગાળો આપી તેઓને જાનથી મારી નાખવાના ઈરાદે તેઓ તથા વિક્રમસિંહ સવાઈસિંહ સોઢા ઉપર તલવાર, ધોકા, લાકડીઓ વડે હુમલો કર્યો હતોેે. જેમાં સદામે તેઓના માથામાં તલવારથી હુમલો કર્યો હતો. જયારે વિક્રમસિંહને પણ ધોકા, લાકડીઓ વડે જાનથી મારી નાખવાના ઈરાદે મારમારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી નાસી છુટયા હતા. ઘટનાની જાણ થતાં જ નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. યાદવ તથા નખત્રાણાના વરિષ્ઠ પીએસઆઈ જી.કે. ભરવાડ, પી.વી. વારોતરિયા સહિતના અધિકારીઓ – કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીઓ સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૦૭, ૧ર૦(બી), ૩ર૩, પ૦૪, પ૦૬(ર) તથા જીપી એકટ કલમ ૧૩પ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

Post a Comment

0 Comments

close