જલારામ ગૃપે કરાવી ૩૦૦ બાળકોને ધાર્મિક યાત્રા

Live Viewer's is = People

રાપર ના શ્રી જલારામ ગ્રુપ રાપર દ્વારા ત્રણસો વિધાર્થીઓને કરાવ્યો ધાર્મિક પ્રવાસ 


રાપર જલારામ ગ્રુપ ના સાતમા વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે "જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય" અને "ગ્રામ સ્વરાજ સંઘ - સોનટેકરી ઠાકોર છાત્રાલય" ના ત્રણ સો બાળકો ને જલારામ મંદિર વિરપુર અને કાગવડ ખોડલધામ નો પ્રવાસ કરાવી ગ્રુપના સપ્તક વર્ષ પ્રવેશ ને અનોખી રીતે ઉજવ્યો હતો, દરવર્ષે વિવિધ પ્રકારના સમાજલક્ષી કાર્યક્રમો યોજી દરેક સમાજને ઉપયોગી બનવાની નેમ સાથે કામ કરી રહેલા શ્રી જલારામ ગ્રુપ રાપર દ્વારા આ ગ્રુપની સ્થાપના ના પ્રથમ વર્ષે નેત્રયજ્ઞ નુ તો બીજા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્રીજા વર્ષે થી વિવિધ છાત્રાલયો ના બાળકો ને સમુહ ભોજન અને આ સાતમા વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે બાળકો ને પ્રવાસ નો આનંદ અપાવી જલારામ બાપા ના જયઘોષ સાથે રામને રાજી રાખવા નો પ્રયાસ ગ્રુપ ના યુવાનો દ્વારા થઇ રહ્યો છે.
        આ બાબતે વધુ માહિતી આપતા મંડળ ના યુવા કાર્યકર અને લોહાણા સમાજ યુવક મંડળ ના પ્રમુખ પારસભાઈ માણેકે જણાવ્યું હતું કે, રચનાત્મક કાર્યો થી યુવાનોને જોડીને સમાજને ઉપયોગી બનવાની શ્રી જલારામ ગ્રુપ રાપર ની પહેલ દરેક સમાજ માટે પ્રેરણાદાઈ છે, તો મંત્રી શ્રી જયભાઈ એ પ્રવાસ ને જલારામ મંદિર બાદરગઢ પાટીયા થી સંત શ્રી ત્રીકાલદાસ મહારાજ ના આર્શીવાદ લઈ સ્ટાર્ટ અપાવવા સાથે ગ્રુપ ની દરેક પ્રવૃત્તિ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા સાથે જોડી ને ગ્રુપ ની કામગીરી ને બીરદાવી હતી.
     આ તકે વિવિધ દાતાઓ એ પોતાના આર્થીક યોગદાન થી ગ્રુપના શુભાશય ને વધાવ્યો હતો જેમાં દરેક સ્તકાર્યો માં લક્ષ્મી સંચય કરતા સ્વ શ્રી ચંદુલાલ પરસોતમ રાજદે પરિવાર તો રાબેતા મુજબ હતાજ તો અન્ય દાતાઓ એ પણ આ બાળઆનંદ ના ભાગીદાર બની યથાયોગ્ય આર્થીક ફાળો આપ્યો હતો, જેમાં બબ્લસ ગ્રુપ મુંબઈ, શ્રી મનસુખલાલ પાનાચંદભાઈ પુજારા પરિવાર,, પારસભાઈ માણેક, કિશોર રાજદે, અને નામી અનામી દાતાઓ એ પોતાના, માનવિય સંસ્કારો ઉજાગર કર્યા હતા.
       સમગ્ર પ્રવાસ ને સફળ બનાવવા જલારામ ગ્રુપ ના શૈલેષ ભીંડે, પારસમાણેક, જીગર ચંદે, ચાંદ ભીંડે, ક્રિપાલસિંહ વાઘેલા, હરેશ મજીઠીયા, સુનિલ રાજદે, જય ચંદે, નરેન્દ્ર ભીંડે, ઉમેદ ચંદે, તુલશીભાઈ ચંદે, ભરતભાઇ રાજદે, ડાયાભાઈ ઠાકોર અને ગ્રુપ ના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ 
ગની કુંભાર ભચાઉ

Post a Comment

0 Comments

close