હવે થી નહી લાગી શકે ખાનગી વાહનો માં પોલીસ નું સ્ટીકર

Live Viewer's is = People

હવે થી  નહી લાગી શકે ખાનગી વાહનો માં પોલીસ નું સ્ટીકર.


Gujarat police


ગુજરાતમા પોલીસ કર્મીઓ અને તેમના પરીવારજનો પોતાના ખાનગી વાહનો ઉપર પોલીસના સ્ટીકર લગાવીને રોપ જમાવી રહ્યા છે. જેનાથી નાગરીક સમાજમા દુષ્પ્રભાવ સર્જાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો મહાનગરના કમીશનરોને આદેશ કરવામા આવ્યો છે કે પોલીસ કર્મીઓ પોતાના ખાનગી વાહનો ઉપર પોલીસ લખેલ સ્ટીકર કે લખાણથી ઓળખવિધિ કરી શકશે નહી. આ પ્રકારના લખાણ કે સ્ટીકર પ્રાઈવેટ વાહનો ઉપરથી ઉતારી કાઢવા. જિલ્લા તંત્ર દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામા આવી છે અને જો તે ન ઉતારે તો વાહનોના માલીકો અને ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામા આવ્યો છે તેમજ થાણા અધિકારીઓને પોતાના તાબાના પોલીસ કર્મચારીઓ આ પ્રકારનુ સ્ટીકર કે લખાણ હોય તો તાત્કાલિક દૂર કરવા આદેશ આપવામા આવ્યો છે.

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ 



Post a Comment

0 Comments

close