ભુજમાં ખુલ્લેઆમ ફેંકાતું મેડિકલ વેસ્ટ/બાયો વેસ્ટ

Live Viewer's is = People

ભુજમાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે મેડિકલ વેસ્ટનો નિકાલ આરોગ્ય તંત્ર થયું પાંગડું પુરવાર. આરોગ્ય તંત્ર ના જીલ્લા હોસ્પિટલ કવોલિટી વિભાગ ની કામગીરી ચર્ચાસ્પદ ડોકટરો નું મોટું ષડયંત્ર, નગર પાલિકાના ચીફ ઓફિસર બોડાત સાહેબ ખુદ ખારીનદી ના અંદર ઉતરી કર્યું નિરીક્ષણ.




મેડિકલ વેસ્ટના નિકાલ માટે તંત્ર લાલ આંખ કરશે ? કે હજુ પણ લોકોના સ્વાસ્થ્ય સાથે આમ જ ચેડા થતાં રહેશે..? 



ભુજ શહેરમાં અનેક નાની મોટી હોસ્પિટલો આવેલી છે ત્યારે આ હોસ્પિટલોમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ખુલ્લેઆમ કરી દેવાય છે અને આ વેસ્ટમાંથી ઉતપન્ન થતું ઇન્ફેકશન પવન દ્વારા નગરમાં આસપાસ આવેલાં રહેણાંક વિસ્તારોમાં ફેલાય છે જેના કારણે અનેક નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે તો નાના ભૂલકાઓ પણ આ ઇન્ફેકશનનાં બીમારીનો ભોગ બની રહ્યાં છે તેવી બુમો ઉઠવા પામી છે ત્યારે બે દિવસ અગાઉ ભુજના હોસ્પિટલ રોડ પર ખુલ્લી કચરાપેટીમાં મેડિકલ વેસ્ટ ફેકી દેવાયું હોવાને કારણે કચરા પેટીમાંથી શિરિંજ સહિત લોહીની બેગ ખાઈ રહેલી ગાયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર સફાળું જાગ્યું હતું પરંતુ આ મેડિકલ વેસ્ટના ખુલ્લામાં થઈ રહેલાં નિકાલને અટકાવવા તંત્ર પાંગડું પુરવાર થઇ રહ્યું છે સરકારના નિયમો અનુસાર આવા મેડિકલ વેસ્ટને લઇજવા માટે ખાસ એક એજન્સીને નિમવામાં આવી હોય છે અને નિયમો અનુસાર તે મેડિકલ વેસ્ટને બાળીને તેનો નિકાલ કરેછે ત્યારે દર્દીઓને ખંખેરીલેતાં આ ડોકટરોને નિયમો મુજબ નિયુક્ત કરેલી એજન્સીને મેડિકલ વેસ્ટ આપવું કેમ પરવડતું નથી કેમકે આ વેસ્ટ લેવા આવતી એજન્સીને કિંમત ચૂકવવી પડે છે માટે..? આવી બાબતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નિયુક્ત કરેલ એજન્સી પાસેથી મેઈલ કરી શહેરની કેટલી હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ લેવાયોની માહિતી મેળવવી જોઈએ જેને લઈને ખુલ્લામાં મેડિકલ વેસ્ટના નિકાલ ઉપર નિયંત્રણ આવશે ત્યારે થોડા દિવસ અગાઉ ભુજમાં કોડકી રોડપર આવેલી ખારીનદીના પુલમાં મેડિકલ વેસ્ટનો ગંજ ખડકી દેવાયાનો અહેવાલ અમારા માધ્યમ દ્વારા પ્રસારીત કરવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અશરે આ મેડિકલ વેસ્ટને બાળીને નાશ કરી દેવાયો હતો પરંતુ પોપા ભાઈનું રાજ ભાળી ગયેલા આ હોસ્પિટલ સંચાલકો ફરી ત્યાં મેડિકલ વેસ્ટ ફેંકીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતાં ત્યારે આ ઐતિહાસિક ખરી નદીમાં ફેંકાયેલ મેડીકલ વેસ્ટ વરસાદમાં જો પાણીમાં ખેંચાઈને નદીમાં જાય તો આ પાણી કેટલીયે જગ્યાએ પીવા માંટે વાપરવામાં આવેછે તેવાં સંજોગોમાં કોઈને જીવનું જોખમ સર્જાયુ તો તેનો જવાબદાર કોણ..? જે તે હોસ્પિટલના સંચાલક કે તંત્ર..? ત્યારે કોઈજ હોસ્પિટલ આ ઘટનાને પોતાની ભૂલ માની મફતમાં સારવાર નહિં આપે એ તંત્રએ ભૂલવું ન જઈએ જો ગરીબ કે પૈસાદાર બન્ને નાગરિકો પાસે કોઈજ સેહ શરમ વિના નાણાં ખંખેરી લેતાં આવા કસાઈ ડોકટરો પોતાને નાણાં આપવા ન ગમતાં હોય તે સ્પષ્ટ સાબિત કરે છે ત્યારે શહેરના નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી બીમારી ફેલાવવાના આ મસમોટા ષડ્યંત્ર સામે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે કે ભુજની ઐતિહાસિક ધરોહર સમાન ખારીનદીમાં કઈ કઈ હોસ્પિટલો દ્વારા મેડીકલ વેસ્ટનો નિકાલ થઈ રહ્યો છે અને શહેરમાં ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનો નિકાલ કોણ કરી રહ્યું છે જેના વિરુદ્ધ તંત્ર લાલ આંખ કરે અન્યથા નાગરિકોને બીમાર કરી નાણાં ખંખેરી લેવાનું આ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય તેવો ભય નાગરીકોને સતાવી રહ્યાંની ચર્ચાઓ ઉઠી રહી છે તે દિશામાં જિલ્લા આરોગ્ય ખાતું તેમજ જિલ્લા સમહર્તા દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરી કડક હાથે કામ લેવાય તેવી લોક માંગ ઉઠી રહી છે

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ

Post a Comment

0 Comments

close