લાખણી તાલુકાંના કુડા ગામે એક જ પરિવારના 4 ની હત્યા, 1 ની હાલત ગંભીર

Live Viewer's is = People


લાખણી તાલુકાંના કુડા ગામે એક જ પરિવારના 4 ની હત્યા, 1 ની હાલત ગંભીર

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના ના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. એક જ ચૌધરી પટેલ સમાજના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં કરશનભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે. જોકે આ ઘટનાની જાણ થતા આજુબાજુ ગામના આગેવાન તથા દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી.હત્યારાઓએ ઘરની દિવાલ પર લખ્યું છે કે 21 લાખની ચુકવણી ન કરતા આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં માતા અણવી ઉકાજી પટેલ, પુત્ર સુરેશ પટેલ, પુત્રી અવની પટેલનું મૃત્યુ થયું છે જ્યારે કરશન ચૌધરી પટેલની સારવાર થઈ રહી છે.ઘરના ફળિયામાં સુતેલા એક પુરૂષ અને ઘરની અંદર સુતેલા મહિલા અને બે બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલા સાથે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોચ્ય હતા.
પોલીસે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે, દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે. જોકે આ હત્યા  કોણે કરી છે  અને કોણ કરી શકે તેનું રહસ્ય હજી સુધી અકબંધ છે.

રીપોર્ટ વસરામ ચૌધરી થરાદ

Post a Comment

0 Comments

close