થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ચાર મૃતદેહો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Live Viewer's is = People

થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં  ચાર મૃતદેહો મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.




થરાદ ની મુખ્ય કેનાલમાં અલગ અલગ જગ્યાએ થી ચાર મૃતદેહો મળી આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવના પગલે પાલિકાના તરવૈયાએ તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં લાખણી પંથકના યુવક-યુવતીના મૃતદેહો એકબીજાના હાથ બાંધેલી હાલતમાં મળી આવતાં યુવક-યુવતીના પરિવારજનો ઘટના સ્થળે આવી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેના મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદની મુખ્ય કેનાલમાં વામી ગામ નજીક બે તરતા મૃતદેહ મળી આવતા પાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તપાસ કરતાં યુવકનું આધાર કાર્ડ મળી આવતા યુવક લાખણી તાલુકાના ડોડીયા ગામના જગતાજી કુરશીજી ઠાકોર (ઉં.વ.24) તેમજ યુવતી સુખીબેન ઉમેદજી (રહે.માણકી,તાલુકો-લાખણી) હોવાનું બહાર આવ્યું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી બંને યુવક-યુવતીના મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પોલીસ મથકે અકસ્માતે ગૂનો નોંધાયો હતો. બીજી તરફ નર્મદા કેનાલમાં કાશવી ગામના યુવકે તેમજ સણાવીયા ગામની યુવતીએ અલગ-અલગ સ્થળે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવતા તરવૈયાએ મૃતદેહો બહાર કાઢતા તેના પરિવારજનો દોડી આવતાં મૃતદેહ તેના વાલીવારસોને સોંપાયો હતો. આમ મુખ્ય કેનાલમાં એક જ દિવસમાં ચાર લોકોનાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને પરણિત હતા અને છેલ્લા ચાર દિવસથી ઘરેથી ગુમ થયા હતા

રીપોર્ટ :વસરામ ચૌધરી થરાદ

Post a Comment

0 Comments

close