જામનગર : જનરલ મહારાજ શ્રી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની ૧૨૧મી જન્મ જયંતિ ઉજવાઈ

Live Viewer's is = People

જામનગર : જનરલ મહારાજ શ્રી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની ૧૨૧મી જન્મ જયંતિ ઉજવાઈ.



જામનગર : જનરલ મહારાજ શ્રી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાની ૧૨૧મી જન્મ જયંતિના શહેરના લાલબંગલા સર્કલ ખાતે આવેલ તેમની પ્રતિમાને અન્ન અને નગારિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી તેમની દેશપ્રેમની ભાવના અને અખંડ સ્વતંત્ર ભારતના નિર્માણમાં તેમના સિંહફાળાને યાદ કર્યા હતા.

દેશની આર્મડ ફોર્સિસમાં યુવાઓને જોડાઇ દેશનું પ્રતિનિધિત્વ કરવા આહવાન કરતા સાંસદશ્રી પૂનમબેન માડમએ આજના પ્રસંગે ઉદ્દબોધન કરતાં ઉમેર્યું કે, જનરલ મહારાજ શ્રી સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજાએ સ્વતંત્ર ભારતના નિર્માણમાં આપેલ સિંહફાળા થકી સમગ્ર હાલાર અને રાજયનું ગૌરવ વધારેલ છે જે આપણા બધા માટે ગૌરવ લેવા જેવી વાત છે સાથે જ યુવાનો અને ભારતના નગરિકોએ તેમના જીવનમાં આર્મડ ફોર્સિસમાંથી સશસ્ત્ર તાલિમ અને આર્મડ ફોર્સિસના અનુસાસનને જીવનમાં ઉતારી દેશ પ્રેમ અને દેશદાઝની ભાવનાને વધુ પ્રબળ કરી દેશની સુરક્ષા માટે કાર્યન્વિત કરવા હાંકલ કરી હતી.

દર વર્ષે જનરલ સ્વ. રાજેન્દ્રસિંહજીની જન્મ જયંતિ ઉજવવા બદલ રાજવી પરિવારના શ્રી વિજયરાજસિંહ જાડેજા (ગોપાલદાદા) અને જીવન જ્યોત એક્સ સર્વિસ મેન વેલફેર ટ્રસ્ટ્રની કામગીરીને સાંસદશ્રી પૂનમબેન માડમે બિરદાવી હતી.

જનરલ સ્વ. રાજેન્દ્રસિંહશ્રી જાડેજા સ્વતંત્ર ભારતના સર સેનાપતિ રહેલ હતા અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સતત કાર્યરત રહી સ્વતંત્ર અને સુગ્રથિત ભારતના નિર્માણમાં સિંહફાળો આપ્યો હતો. આજની તેમની ૧૨૧મી જન્મ જયંતિ નિમિતે સેનાની ત્રણેય પાંખ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા તથા આઇ.એન.એસ. વાલસુરા નેવલ બેન્ડ તથા આર્મીના ૬ બટાલીયન મદ્વાસ રેજીમેન્ટના બેન્ડ દ્વારા સુરાંજલી અર્પણ કરેલ હતી.

આ પુષ્પાંજલી કાર્યક્રમ પ્રસંગે મેયરશ્રી હસમુખ જેઠવા, ધારાસભ્ય સર્વશ્રી રાધવજીભાઇ પટેલ, વિક્રમભાઇ માડમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષભાઇ જોષી,કલેકટરશ્રી રવિશંકર, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અજયસિંહ જાડેજા, આર્મી, નેવી, સશસ્ત્ર સીમા બળના અધિકારીઓ અને જવાનો, નેશનલ કેડેટ કોર્પ્સના યુવાનો, નવાનગર ક્રિકેટ એકેડમીના ખેલાડીઓ તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર કુલદીપ ભટ્ટ સાથે તેજસ ભાનુશાલી જામનગર.

Post a Comment

0 Comments

close