ભુજમાં આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વાહનો પર ચેકીંગની તવાઈ આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે

Live Viewer's is = People

ભુજમાં આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વાહનો પર ચેકીંગની તવાઈ આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે


આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વાહનો પર ચેકીંગની તવાઈ બોલાવવામાં આવી છે.આરટીઓ દ્વારા 105 કેસો કરવામાં આવ્યા છે જે પૈકી 50 વાહનો ડિટેઇન કરાયા છે..તો આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે 
ભુજમાં વિદ્યાર્થીઓના પરિવહન માટે માર્ગો પર દોડતા ખાનગી રિક્ષા છકડા, વેન અને સ્કૂલબસો માર્ગ સલામતીના નિયમો જાળવતા ન હોવાની વાત ઉજાગર થવા પામી છે.સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગી વાહનોમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડાય છે તો વાહનોમાં સુરક્ષાનો અભાવ હોય છે ત્યારે આરટીઓ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરાઇ છે.ભુજ આરટીઓ અધિકારી દિલીપ યાદવના જણાવ્યા પ્રમાણે , અત્યારસુધીમાં સ્કૂલ વાહનોમાં નિયમ ભંગ બદલ 105 જેટલા કેસો કરવામાં આવ્યા છે તો 50 વાહનો ડિટેઇન કરાયા છે જે પેટે આરટીઓને 3.64 લાખની આવક થઈ છે. ભુજ અને આસપાસના વિસ્તારોમાં પથરાયેલી શાળાઓનાં કેમ્પસમાં કે તેની નજીકમાં જ આર.ટી.ઓ અને પોલીસની ટુકડીએ સ્કૂલ વાહન તપાસવાનું જારી રાખ્યું છે અત્યાર સુધીની તપાસમાં અનેક વાહનોમાં વિદ્યાર્થીઓની સલામતી અંગેની અનેક ક્ષતિઓ નજરે પડી હતી. બેઠક વ્યવસ્થાથી માંડી સલામતીની જાળીઓનો અભાવ અને બેઠક ક્ષમતા કરતાં અનેકગણી સંખ્યામાં બાળકો બેસાડવા સહિતના નિયમ ભંગ નજરે ચડયા હતા.ત્યારે હવે સ્કૂલ કેમ્પસમાં વાહનોનું ચેકીંગ કરી ક્વોલિટી ચેક કરવામાં આવશે અને આ ઝુંબેશ જ્યાં સુધી વહિકલ નિયમ પ્રમાણે ના દોડે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે..

રીપોર્ટ : અયાઝ સિદીકી, ભુજ 

Post a Comment

0 Comments

close