તાપી નદી કિનારે મગરના બચ્ચાંને જોવા જામી લોકોની ભીડ

Live Viewer's is = People

તાપી નદી કિનારે  મગરના બચ્ચાંને જોવા જામી લોકોની ભીડ

તાપી નદી કિનારે  મગરના બચ્ચાંને જોવા જામી લોકોની ભીડ
તાપી નદી કિનારે  મગરના બચ્ચાંને જોવા જામી લોકોની ભીડ
સુરતઃ મોટા વરાછા ખાતે મહાદેવ ઓવારા પર ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે એક માછીમારની નજર તાપી કિનારે અઢી ફૂટ લાંબા જનાવર પર પડી હતી. માછીમારે પાસે જઈને જોયું તો મગરનું બચ્ચું હતું. માછીમારે સ્થાનિકોને બોલાવતા ઓવારા પર મગરનું બચ્ચું જોવા સ્થાનિકોની ભીડ જામી હતી. મગરનું આ બચ્ચું ક્યાંથી આવ્યું તેની તપાસ વન વિભાગ કરી રહ્યું છે.
- બચ્ચું આશરે એકથી દોઢ વર્ષનું
જિલ્લા વન વિભાગ અધિકારી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, મગર ઉપરથી પાણીના પ્રવાહમાં આવી ગયું હોય તેવી સંભાવના છે. તાપી નદીમાં બીજા મગર હોય તેવી કોઈ શક્યતા નથી. પકડવામાં આવેલા બચ્ચાને યોગ્ય જગ્યા પર મૂકવામાં આવશે. જે બચ્ચું આશરે એકથી દોઢ વર્ષનું હોવાનું જણાયું છે. જેના સ્વાસ્થ્ય સંદર્ભે હાલ ચકાસણી ચાલી રહી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ આ બચ્ચાંને યોગ્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે.
- બે વર્ષ પૂર્વે આવું એક બચ્ચું તાપી નદીમાંથી મળ્યું હતું
દોઢ- બે વર્ષ પૂર્વે આવું એક બચ્ચું શહેર નજીકની તાપી નદીમાંથી મળ્યું હતું. બાદ આજે મોટા વરાછામાં તાપી તટેથી પુન: એક બચ્ચું હાથ લાગ્યું છે. જેને યોગ્ય જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યાં મગરની હાજરી જોવા મળતી હોય ત્યાં મૂકી શકાય તેમ વન વિભાગના અધિકારી નૈયરે કહ્યું હતું.
- ઉકાઈમાં મગરો વધુ હોવાથી નર્મદામાં મૂકવાની શક્યતા
એક વાત એવી પણ જાણવા મળી છે કે ઉકાઇ ડેમમાં મગરની સંખ્યા વધુ હોવાના કારણે ડેમના સત્તાધીશો ઉકાઇ ડેમમાં મૂકવા દેતાં નથી. પરિણામે નર્મદા ડેમમાં આ બચ્ચાને મૂકવા જાય તેવી શક્યતા છે. અગાઉ પણ જ્યારે તાપીમાંથી મગરનું બચ્ચું મળ્યું ત્યારે તેને નર્મદા ડેમમાં મૂકી આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Post a Comment

0 Comments

close