તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

અહેવાલની અસર : બે દિવસ પહેલાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ PGVCLની કાર્યવાહી નવી ડીપીમાંથી થ્રી-ફેઝ કનેક્શન મળતાં રહેવાસીઓને રાહત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times


જગદીશ પી. દવે | દેશલપર (ગુંતલી) : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામના મુસ્લિમ વાસ વિસ્તારમાં લાંબા સમયથી સતાવતી લો-વોલ્ટેજની સમસ્યાનો આખરે ઉકેલ આવ્યો છે. ઓછા વોલ્ટેજના કારણે સ્થાનિક રહેવાસીઓને લાંબા સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ લોકસમસ્યાના કાયમી ઉકેલ માટે નખત્રાણા તાલુકા કોંગ્રેસના મહામંત્રી જુસબ સોઢા તેમજ તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ જીયેજા દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓમાં સતત રજૂઆતો કરવામાં આવી હતી. બંને દ્વારા વીજ તંત્રનું ધ્યાન દોરી મુસ્લિમ વાસમાં લગાવવામાં આવેલી નવી ડીપીમાં થ્રી-ફેઝ કનેક્શન આપવા માંગ કરવામાં આવી હતી.

દરમિયાન આ સમસ્યા અંગે બે દિવસ અગાઉ The News Times માં અહેવાલ પણ પ્રસિદ્ધ થયો હતો. રજૂઆતો અને અહેવાલ બાદ PGVCL દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી નવી ડીપી ટ્રાન્સફોર્મરમાંથી થ્રી-ફેઝ કનેક્શન આપવામાં આવ્યું છે.

રજૂઆત રંગ લાવી : દેશલપર ગુંતલીના મુસ્લિમ વાસમાં લો-વોલ્ટેજનો અંત!

થ્રી-ફેઝ કનેક્શન મળતાં મુસ્લિમ વાસ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી લો-વોલ્ટેજની સમસ્યામાં રાહત મળી છે. વીજ સમસ્યાનું નિરાકરણ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ કામગીરી બદલ મુસ્લિમ વાસના રહેવાસીઓએ PGVCLના અધિકારીઓ તથા કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વીજ તંત્ર દ્વારા લોકસમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા રહેવાસીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.


સાથે જ લોકસમસ્યા અંગે સતત રજૂઆત કરી પ્રશ્નને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવા બદલ જુસબ સોઢા અને તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ જીયેજાના પ્રયાસોને પણ સ્થાનિક રહેવાસીઓએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.


આમ, રહેવાસીઓની રજૂઆત, સમાચાર અહેવાલ અને PGVCLની તાત્કાલિક કામગીરીના પરિણામે લાંબા સમયથી પડતર વીજ સમસ્યાનો ઉકેલ આવતા દેશલપર ગુંતલીના મુસ્લિમ વાસના રહેવાસીઓને મોટી રાહત મળી છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ