તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વક્તૃત્વ સ્પર્ધા : નીલ પટેલે બાજી મારી - ‘"વિકસિત ભારત–શ્રેષ્ઠ ભારત"’ અંતર્ગત CRC કક્ષાની તાલુકા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ રજૂઆત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times


જગદીશ પી દવે | દેશલપર (ગુંતલી) : ‘વિકસિત ભારત–શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત યોજાયેલી CRC કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં શ્રી રતડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નીલ વિનોદભાઈ પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું હતું.

વક્તૃત્વ સ્પર્ધામાં નીલે આત્મવિશ્વાસભરી અને અસરકારક રજૂઆત કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. CRC કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ નીલે તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

વક્તૃત્વના મંચે નીલનો ડંકો, રતડીયા શાળાનું ગૌરવ વધ્યું!

નીલની આ સિદ્ધિથી શ્રી રતડીયા પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. વિદ્યાર્થીની સફળતા બદલ SMC અધ્યક્ષશ્રી ભૂરુભા સોઢા, SMCના સભ્યશ્રીઓ, CRC હિતેશભાઈ વાઘેલા તથા સમગ્ર શાળા પરિવારે નીલ વિનોદભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવી તેની ઉજ્જવળ શૈક્ષણિક પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

વક્તૃત્વ કૌશલ્યમાં નીલે મેળવેલી આ સફળતા શાળાના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ