તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ : ખાવડા રોડ પર બે ટ્રકની ધડાકાભેર ટક્કર, મીઠા ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક સામસામે અથડાયા, ચાલકને ઈજા

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times

અલી ખલિફા | લોરિયા : કચ્છના ભુજ-ખાવડા માર્ગ પર લોરીયા બસ સ્ટેશન નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી હતી. મીઠું ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

The News Times


મળતી માહિતી મુજબ, ભુજ તરફથી ખાવડા તરફ જતા માર્ગ પર લોરીયા બસ સ્ટેશન નજીક મીઠું ભરેલું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી આવી રહેલા આઈવા ટ્રક સાથે ટ્રેલરની ટક્કર થઈ હતી. બંને ભારે વાહનો વચ્ચે થયેલી અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રેલરના આગળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું.

The News Times


અકસ્મતના પગલે ટ્રેલર ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ટ્રેલર ચાલકને તાત્કાલિક સારવાર માટે લોરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

અકસમાત બાદ બંને ભારે વાહનો રસ્તા પર જ ઉભા રહી જતા થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાસ્થળે લોકોની અવરજવર વધતા માર્ગ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાહનચાલકોએ પણ સાવચેતીપૂર્વક પોતાના વાહનો પસાર કરવા પડ્યા હતા.

ભુજ-ખાવડા માર્ગ પર ભારે વાહનોની અવરજવર સતત રહેતી હોવાથી આવા અકસ્માતો સમયે ટ્રાફિક વ્યવસ્થા પણ પડકારરૂપ બની શકે છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. બંને વાહનોની ટક્કર કયા સંજોગોમાં થઈ તે અંગેની વધુ માહિતી તપાસ બાદ સામે આવી શકે છે.

સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે, ભારે વાહનો વચ્ચે થયેલી ટક્કરને કારણે ટ્રેલરના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે અકસ્માત અંગે ચર્ચા શરૂ થઈ હતી અને માર્ગ પર થોડા સમય માટે વાહનચાલકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ