તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નલિયા : ઘોરાડથી મેન્ગ્રુવ અને સીવીડ સુધી ભુપેન્દ્ર યાદવની નજર: કચ્છ પશ્ચિમમાં સંરક્ષણ કામગીરીને મળ્યું નવું પ્રોત્સાહન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

The News Times
રોહિત પઢિયાર | નલિયા : કચ્છ પશ્ચિમના વન્યજીવ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણને વધુ વેગ આપવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે નલિયા અને જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ વિવિધ સંરક્ષણલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસ દરમિયાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ)ના સંરક્ષણથી લઈને મેન્ગ્રુવ પુનઃસ્થાપન અને સીવીડ ખેતી સુધીની કામગીરી અંગે તેમણે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

The News Times
નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીએ ઘોરાડના કુદરતી રહેઠાણની મુલાકાત લીધી હતી. સ્થાનિક અધિકારીઓએ કચ્છના ઘાસમેદાનોમાં જોવા મળતી વિવિધ ઘાસની પ્રજાતિઓ તથા ઘોરાડના સંરક્ષણ માટે ચાલી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. આ દરમિયાન નલિયા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર ખાતે ઘોરાડના મોનિટરિંગ, સોફ્ટ રિલીઝ પ્રક્રિયા અને કુદરતી રહેઠાણના સંવર્ધન અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનો, વન વિભાગ, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ ચર્ચા યોજાઈ હતી.

The News Times


વન્યજીવ સંરક્ષણ અને ચિત્તા પ્રોજેક્ટની કામગીરીને મજબૂત બનાવવા વન વિભાગને કુલ 33 નવા વાહનો પણ સોંપવામાં આવ્યા હતા. તેમાં 22 ટુ-વ્હીલર, 8 ફોર-વ્હીલર, 2 ઓલ-ટેરેન વાહન અને એક રેસ્ક્યૂ વાન/એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. આ વાહનોના કારણે ફિલ્ડ સ્ટાફની પેટ્રોલિંગ અને તાત્કાલિક કામગીરી વધુ અસરકારક બનશે.

The News Times
ત્યારબાદ સાંયરા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. એક હેક્ટરમાં વિસ્તરેલા આ વનકવચમાં 49 પ્રજાતિના 10,073 રોપાં વાવવામાં આવ્યા છે. મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા અહીં મધમાખીના માળા પણ મૂકવામાં આવ્યા છે.

The News Times
જખૌ ખાતે મંત્રીએ મેન્ગ્રુવ નર્સરી તથા સીવીડ સીડ બેંકની મુલાકાત લઈ દરિયાઈ પર્યાવરણ આધારિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેન્ગ્રુવ વાવેતર, પુનઃસ્થાપન અને રોપાઓના વિકાસ અંગે માહિતી મેળવવાની સાથે સીવીડ ખેતી દ્વારા દરિયાકાંઠાના સ્થાનિક સમુદાયને વૈકલ્પિક આજીવિકાની તકો મળી શકે તે અંગે ચર્ચા થઈ હતી.

The News Times
મંત્રીએ મેન્ગ્રુવ વાવેતરમાં પણ ભાગ લીધો હતો. આ કામગીરીમાં ગ્રામજનો, વન વિભાગના કર્મચારીઓ તથા BSFના જવાનો જોડાયા હતા. કચ્છના દરિયાકાંઠાના કુદરતી સુરક્ષા કવચ સમાન મેન્ગ્રુવના વિસ્તરણ અને દરિયાઈ જૈવવિવિધતાના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.

The News Times


કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યજીવ, ઘાસમેદાન અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની ભાગીદારી વધારીને પ્રકૃતિ સંરક્ષણ અને ટકાઉ વિકાસ વચ્ચે સંતુલન સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ