શ્રી સોમનાથ મહાદેવ મંદીર ભુજનાં પાટોત્સવની શાસ્ત્રોકત વિધિવિધાન સહ ઉજવણી કરવામાં આવી.
"પાટોત્સવ" એટલે જે શુભ તિથિ; મુહૂર્ત; ચોઘડિયાની ગણતરીના દિવસે દેવ મૂર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તે દર વર્ષે ઊજવવામાં આવતો પવિત્ર દિવસ.
કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ : ભુજનાં આ સોમનાથ મહાદેવ મંદિરની મળતી માહિતી મુજબ સવાસો વર્ષથી પણ વધારે પ્રાચીન મંદીર છે. જ્ઞાતિ દ્વારા દર વર્ષે ભાદરવા મહિનામાં મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે.
આ વર્ષે ભાદરવા સુદ બારસ, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવારના રોજ સવારે યજમાન દંપતીના હસ્તે જ્ઞાાતિના જ આચાર્યો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વૈદિક પરંપરા મુજબ મુખ્ય પીઠિકા પર મહાદેવ અને અન્ય પીઠિકા પર ગણેશાદિ સ્થાપિત દેવનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ષોડશોપચાર પૂજન અને અભિષેક કરવામાં આવ્યો. મધ્યાહ્ન વિરામ બાદ હોમાત્મક મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિધીપુર્વક હવન કુંડ અને અગ્નિ દેવનું પૂજન અર્ચન કરીને ગણેશાદિસ્થાપિત દેવતાઓને "સ્વાહાકાર" સાથે પ્રજ્વલિત અગ્નિમાં વિભિન્ન હુતદ્રવ્યોની આહુતિ આપવામાં આવી બાદ આચાર્યો દ્વારા અષ્ટાધ્યાયી શતરુદ્રીય સસ્વર ભણીને ૧૧ હોતા અને યજમાન દંપતીના "સ્વાહાકાર" સાથે હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો. જે પૂર્ણ થયે ક્ષેત્રપાલ બલિ, પૂર્ણાહુતિ બીડાંનુ પૂજન, આરતી, મંત્રપુષ્પાંજલિ અર્પિત કરીને ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા સમુહમાં "શક્રાદય સ્તુતિ પઠન કરીને સાંજે 6:30 કલાકે બીડું હોમવામાં આવ્યું ત્યારબાદ 7:00 નોબત વાદનના તાલે મહાઆરતી કરવામાં આવી જે પૂર્ણ થયે સોમનાથ મહાદેવને નૈવેદ્ય થાળ ધરાવ્યા બાદ 8:15 કલાકે હાટકેશ કોમ્પ્લેક્સ મધ્યે સર્વે જ્ઞાતિજનો અને આમંત્રિત મહેમાનોએ પ્રસાદ ગ્રહણ સાથે સોમનાથ મહાદેવ મંદીર ભુજનો પાટોત્સવ સંપન્ન કરવામાં આવ્યો.
0 Comments