સીને મેજિક એવોર્ડ કાર્યક્રમ માં કચ્છ ના કબીર કહો કે કચ્છના કાવડિયા એવા સંતશ્રી મેંકણદાદા પર બનવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ની જાહેરાત કરી પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પોસ્ટર લોન્ચમાં હસમુખ પટેલ,વિજય જોશી, બી.એમ.શ્રીમાળી, રાજ વઢિયારી, બિમલ ત્રિવેદી, યામિની જોશી, ગીતા કારિયા,ઉપરાંત મહાનુભાવો જોડાયા હતા.
વિશ્વ વંદનીય સંત શ્રી મેંકણદાદા પર બની રહેલ ગુજરાતી ફિલ્મની માહિતી આપતા જીનામ ફિલ્મ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડકશનના વિજય જોશી (લ્હેરું) એ ફિલ્મ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રેમજી લ્હેરું દ્વારા અપાયેલ માહિતી ને લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ આદર્યો છે. જેથી શ્રી દાદા મેકણના જીવન વિશે લોકો માહિતગાર થઇ શકે , હાલ વર્ષો બાદ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન થયા તો બીજી બાજુ શ્રી રામના ભાઈ લક્ષમણ અવતારી સંતશ્રી મેકણદાદા પર ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીયે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષોથી સંત શ્રી મેકણદાદા પર ગુજરાતી ફિલ્મ બને એવું કેટલાય લોકો વિચારતા હતા. ભુતકાળમાં અનેક લોકોના ભાવ-પ્રતિભાવો આવતા હતા. અને સંતશ્રી મેકણદાદાએ આ કામ કરવા માટે અમોને નિમિત્ત બનાવ્યા હોય એવું લાગી રહ્યું છે.
વિશ્વ વંદનીય સંતશ્રી મેકણદાદા પર બની રહેલ ફિલ્મ ના પોસ્ટર લોન્ચ સમયે દાદા ની વાત કરતા કીધું કે,
સંત કહો, સાધુ કહો, કહો ઓલિયા પીર,
કચ્છ ધરા પર અવતર્યો, રઘુ નંદનનો વીર....
કહી સંતશ્રી મેકણ ની વાત ની શરુઆત કરાતાં સમયે સમગ્ર પરિસર રામમય બન્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં કચ્છ તેમજ ગુજરાતના વિવિધ સ્થળોએ શુટિંગ માટેની તૈયારીઓના ભાગ રૂપે કલાકારોના ચયનની પ્રક્રિયા પણ શરુ કરવા જઈ રહ્યા છીએ. એમ જીનામ ફિલ્મ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શનના વિજય જોશીએ જણાવ્યું હતું.
સંતશ્રી મેકણદાદાના વિષય આધારિત સ્ક્રીન પ્લે અને સંવાદ લખતા ધ્રાંગધ્રાના બી.એમ.શ્રીમાળી એ જણાવ્યું હતું કે, સંતશ્રી મેકણદાદાની વાતો જેવી રીતે પ્રેમજી ગણપત જોશીએ વર્ણવી છે, એ અનુસંધાને અમો આગળ વધી રહ્યા છીએ. ખુશીની વાત છે કે, આજે કેટલીયે ફિલ્મ માટે સ્ક્રિપ્ટો લખી પરંતુ શ્રી દાદા મેકણ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે લખવું એ ખુબ જ કપરું છે. પરંતુ દાદા મેકણ અને પ્રેમજી લ્હેરું ના આશીર્વાદ થી આ પાર પડશે. તો બીજી તરફ ગીતકાર રાજ વઢિયારીએ જણાવ્યું હતું કે શ્રી દાદા મેકણ ની વાતો તો ઘણી સાંભળી પણ દાદાની બની રહેલ ગુજરાતી ફિલ્મ માટે ગીત લખવા એ જીવનનો લ્હાવો છે.
એવોર્ડ આપતા હસમુખ પટેલએ જણાવ્યું હતું કે, હાલના યુગમાં શ્રી દાદા પર ગુજરાતી ફિલ્મ બની રહી છે એ ગૌરવ ની વાત છે. અને શ્રીમાળી ભાઈએ કીધું કે, પ્રેમજી લ્હેરું દ્વારા કલમ બદ્ધ કરાયેલ અને એમના જ પરિવારના વિજયભાઈ ફિલ્મ બનાવી રહ્યા છે એ પણ કંઈક કુદરતી સંકેત જરૂર કહી શકાય. પોસ્ટર લોન્ચ કાર્ય બાદ હરેશ પટેલે જણાવ્યું હતું કે શ્રી દાદા મેકણ લોકોના હૃદયમા રહેલા છે. અને આજે ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે. એવા સમયે જે ઉત્સાહ ફિલ્મ જગતના મહાનુભાવોએ આપ્યો છે એ બદલ ધન્યવાદ પણ આપ્યા હતા. ફિલ્મ જગતના મહાનુભાવો સતત માર્ગદર્શન આપતા રહેશે એવી વાત પણ કહી હતી .
આ આયોજનમાં કેશવ રાઠોડ ,હસમુખ પટેલ, હરસુખ પટેલ, શૈલેષ શાહ, વંદન શાહ, રાકેશ પાંડે, ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.
અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.
0 Comments