દેશની રક્ષા કાજે અનોખી રીતે મદદરૂપ થતા કચ્છના યોદ્ધા

Live Viewer's is = People

એક સમય એવો હતો જ્યારે ટેકનોલોજીકલ સાધનોનો અભાવ હતો અને આપણી સુરક્ષા વ્યવસ્થા મેન્યુઅલ કરવી પડતી હતી. ત્યારે માણસોમાં રહેલી વિશિષ્ટ ખૂબીઓના કારણે આપણે દેશની સુરક્ષા કરી શકતા હતા.



ક્યાંથી આવ્યા આ સોઢા પરિવારો ?

સરહદ પર નાની મોટી કોઈપણ ગતિવિધિ જાણવા માટે પગી એટલે કે ફૂટ પ્રિન્ટ ટ્રેસર નો ઉપયોગ કરાયો હતો 1971માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ કચ્છમાં આવીને વસેલા સોઢા પરિવારો પાસે એક વિશિષ્ટ કળા છે. જેનો ઉપયોગ દેશની સુરક્ષા કાજે કરવામાં આવ્યો હતો અને આજે પણ આ સોઢા પરિવારને જાણ કરવામાં આવે તો તેઓ દેશ કાજે સુરક્ષા કરવા તત્પર હોય છે.


ભુજ થી 35 કિલોમીટરના અંતરે આવેલા ઝૂરા કેમ્પમાં મોટાભાગના સોઢા પરિવારોનો વસવાટ રહેલો છે. આપણે વાત કરવા જઈએ ફૂટ પ્રિન્ટ ટ્રેસરની કલાની તો આ કલા સોઢા પરિવારના લોકોને પરંપરાગત રીતે મળેલી છે. અને તેઓએ આમાં મહારથ હાંસલ કરેલ છે

શું છે આ ફૂટ પ્રિન્ટ ટ્રેસર ' પગી '?

ફૂટ પ્રિન્ટ ડ્રેસિંગ એ એવી વસ્તુ છે કે, દરિયાકિનારે, જંગલ કે રણ વિસ્તારમાં કોઈ વ્યક્તિ, પાલતુ જાનવર, કે જંગલી જાનવર કઈ દિશામાં થી આવ્યો? કઈ દિશામાં ગયો છે? તે બીમાર છે કે કેમ? આ બધી માહિતી માત્ર પગના નિશાન ઉપર જણાવી કાઢે છે. અને પગીઓ દ્વારા અપાયેલી આ માહિતીનો ઉપયોગ કચ્છના આલા અધિકારીઓએ બખૂબી રીતે દેશના હિત માટે કર્યો છે.

કચ્છના ઝુરા કેમ્પમાં હજુ પણ પગી છે?

આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છના પગીઓની જે રણ વિસ્તાર હોય કે, નિર્જન વિસ્તાર હોય, તેમાં કોઈ પણ ઘુષણખોર આવે તેના પગના નિશાન પરથી તેને પકડી પાડતા. ભુજ થી 35 કિલોમીટરના અંતરે આવેલા ઝુરા કેમ્પમાં મોટાભાગના સોઢા પરિવારો 1971 ના યુદ્ધ પછી પાકિસ્તાનથી ભારત આવી અહીં સ્થાયી થયા હતા. આજે આ ગામમાં હજુ પણ પાંચ પગી છે જેઓએ ઘૂસણખોરી કરતાં પાકિસ્તાનીઓને તો શોધ્યા જ છે પણ તેની સાથે મસ મોટો વિસ્ફોટકનો જથ્થો પણ પકડાવ્યો હતો.


એવા જ એક પગી સોટા નવઘણજી મહાસીંગજીએ જણાવ્યું હતું કે જ્યારે 1971 નું યુદ્ધ થયું ત્યારે સોઢા પરિવારો પાકિસ્તાનથી ભારત આવીને વસ્યા એ સમયે કચ્છમાં મોટી સંખ્યામાં સોઢા પરિવારો આવ્યા જેઓને જે તે વખતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ મદદરૂપ થયા હતા. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપાઈએ પણ આ સોઢા પરિવારોની મુલાકાત લીધી હતી. કચ્છમાં આવેલા સોઢા પરિવાર ઝુરા, વેરાર, મોટી છેર, ગોંધિયાર, ચંદ્રનગર, ઓરીરા, કુરીયાણી આવીને વસ્યા હતા. સમય સાથે આ સોઢા પરિવારોને ભારતીય નાગરિકત્વ પણ મળી ગયું હતું. જુરા કેમ્પના આગેવાન માધુભાઈ જણાવ્યું હતું કે ભુજ તાલુકાના ઝૂરા કેમ્પની જો વાત કરીએ તો અહીં 400 જેટલા પરિવાર રહે છે જેમાં પેરાજી મહાસીંગજી, સાગાજી અગરાજી, નેતસિંહ પુંજાજી, સોઢા નવઘણજી, વેસલજી મહાસીંગજી એ બધા એવા યોદ્ધાઓ છે જેઓએ સ્થાનિક પોલીસની મદદમાં રહીને ફૂટ પ્રિન્ટ ટ્રેસર એટલે કે પગીની ભૂમિકા ભજવી હતી જેઓ આજે પણ દેશમાં આફત આવે અને તેમને જાણ કરાય તો સેવા કરવા માટે તત્પર હોય છે.

નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રાવત સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 1999 માં કચ્છના ગળુલી વિસ્તારમાં સાત પાકિસ્તાની ઈસમો પકડાયા હતા જેવો પાસે આરડીએક્સ છુપાવેલો હતો પોલીસે પગીઓને સાથે રાખી ફૂટ પ્રિન્ટના આધારે સ્થળ પર પહોંચી જઈ આરડીએક્સનો જથ્થો કબજે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2000 દરમિયાન ભુજ તાલુકાના ખાવડા નજીક ત્રણ ઊંટ માં પાકિસ્તાનીઓ આરડીએક્સ લઈને આવ્યા હતા તેવી વાતમી મળી હતી. બાથમીના આધારે પગીઓની મદદથી ભગતગીરી વિસ્તારમાં એક ઊંટ પર રાખેલ 32 કિલો આરડીએફ નો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં એક મુશર્રફ નામનો પાકિસ્તાની ઊંટ ઝડપાયો હતો જેને વર્ષો સુધી ભુજના પોલીસ હેડ ક્વાર્ટર માં રાખવામાં આવ્યું હતું પરંતુ સમય જતા તેનું બીમારીના કારણે અવસાન થયું હતું.



પગીઓએ જીવના જોખમે દેશની રક્ષા માટે કરેલી આ સેવા ખરેખર કાબીલે તારીફ છે. કઠોર પરિસ્થિતિ વિષમ વાતાવરણ અને દસ દસ દિવસ રણમાં ખાવા પીવાની વ્યવસ્થા વગર કાઢવા અને ઘુષણખોરોને પકડવા એ સૌથી મોટું કઠિન કાર્ય છે. પરંતુ કચ્છના ઝુરા કેમ્પના આ પગીઓએ પોતાને વારસામાં મળેલી કલાનો દેશની રક્ષા કાજે ઉપયોગ કરી અને સ્થાનિક કચ્છ પોલીસની મદદથી આવ્યા હતા. તેમજ મોટી માત્રામાં આરડીએક્સ વિસ્ફોટક પણ પકડાવ્યું હતું.


શું ઈચ્છે છે પગી ઓ?

દેશની રક્ષા કાજે કોઈપણ જાતના સ્વાર્થ વગર અને જ્યારે બોલાવો ત્યારે હાજર થનારા આ પગીઓ એવું ઈચ્છે છે કે, ભારત સરકાર દ્વારા તેમની કામગીરીની નોંધ લેવાય અને તેમના સંતાનોને યોગ્ય જગ્યાએ લાયકાત મુજબ નોકરી મળે. જોકે કેટલાક પગીઓના સંતાનોને નોકરી પણ મળી છે પરંતુ દેશ માટે ખડે પગે રહેનાર આ તમામ પગીઓની સેવાની કદર થવી જોઈએ


પ્રકાશિત : રોહિતસિંહ પઢીયાર, ભુજ-કચ્છ

મો. 966 492 8653

Post a Comment

0 Comments

close