તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વિધાનસભાની ચૂંટણીઓ સબબ કોઈપણ રાજકીય પક્ષો કે, ઉમેદવાર, કે તેમના કાર્યકર્તાઓ નહી કરી શકે આ જગ્યાઓનો ઉપયોગ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

 


ધાર્મિક સંસ્થાઓનો રાજકીય પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થઈ શકશે નહીં 

ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી વિઘાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનાભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન પણ હિંસક બનાવો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડવાના કૃત્યો થાય તેવી શક્યતા રહે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે જરૂરી છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે તમામ પ્રકારના સાધનો મિલકતો, સ્થળોનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરે છે. આવા ચૂંટણી પ્રચાર વખતે ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા જેવા ધાર્મિક સ્થાનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ક૨વામાં આવે તો કોમી સંવાદીતા ખોરવાવાની અને તંગદીલી ઉભી થવાની શક્યતા રહે છે. જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પડવાની શક્યતા રહે છે.

ચૂંટણી પંચની સૂચના મુજબ ચૂંટણી પક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકો દ્વારા ધાર્મિક સંસ્થાઓનો અથવા ધાર્મિક સંસ્થાઓના ભંડોળોનો રાજકીય વિચારોના પ્રચાર અને વૃધ્ધિ પ્રસાર માટે અથવા કોઈપણ રાજકીય પ્રવૃત્તિ અથવા કોઇપણ રાજકીય પક્ષના લાભ માટે ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ થઇ ન શકે તે માટે તેમને મળેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની સત્તાની રૂએ કચ્છ જિલ્લામાં દિલીપ રાણા, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

કચ્છ જિલ્લાના તમામ વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકો દ્વારા ધાર્મિક સંસ્થાઓનો અથવા ધાર્મિક સંસ્થાઓના ભંડોળો રાજકીય વિચારોના પ્રચાર અને વૃધ્ધિપ્રસાર માટે અથવા કોઈપણ રાજકીય પ્રવૃત્તિ અથવા કોઈપણ રાજકીય પક્ષના લાભ માટે ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. આ હુકમ તારીખ ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહીને પાત્ર ઠરશે..

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ