તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સામે સહારાની જમીનમાં હેતુ ફે૨ કરવા અંગેના બદનક્ષીના આક્ષેપો કરનાર કોગ્રેસના આગેવાનોને ગાંધીનગર કોર્ટના તેડા

— જાહેરાત (Google AdSense In-Article Top) —


કોગ્રેસના આગેવાનો (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય  (૨) સુખરામ રાઠવા (૩) શૈલેષ પરમાર (૪) સી.જે.ચાવડા વિગેરે આરોપીઓને કોર્ટમા હાજર રહેવા આદેશ ફરમાવતી ગાંધીનગર કોર્ટ

અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માઘ્યમથી જાહેરાત કરનાર કોગ્રેસના આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરેલ હતી.જે ફરીયાદનાં કામે મહે. એસડી. ચીફ જયુ.મેજી. શ્રી કે.ડી. પટેલ સાહેબે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરવાનો હુકમ કરેલ હતો.

 

આ ફરીયાદની હકીકત એવી છે કે, વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડ્યંત્ર કરવામાં આવેલ હતું

 

વિશેષ એવી હકીક્ત છે કે, કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે, તેના જવાબમાં નામદાર કોર્ટ સમક્ષ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહી કરવાની અરજીમાં (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય (૨) સુખરામ રાઠવા (૩) શૈલેષભાઈ પરમાર (૪) સી.જે.ચાવડા વિગેરે સામે બદનક્ષીની ફરીયાદની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે,

ફરીયાદી અગાઉ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ છે તથા હાલ રાજકોટ-૯ નાં ઘારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે. ફરીયાદી સમગ્ર ગુજરાત રાજયમાં એક આબરૂદા૨, પ્રતિષ્ઠીત વ્યકિત છે, સમગ્ર ગુજરાત રાજયમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે.

 

ફરીયાદી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ ક્યારેય કોઈ નીયમ અને કાયદા વિરૂઘ્ઘનું કાર્ય કરેલ નથી કે, આવુ કૃત્ય કોઈ વ્યકિતને કરવા દિધેલ નથી જેથી ફરીયાદી સિઘ્ઘાંતવાદી અને નીષ્ઠાવાન વ્યકિત તરીકે સમાજમાં તથા ગુજરાત રાજયના લોકોમાં ખુબ મોટી લોકચાહના ઘરાવે છે. ફરીયાદીના અનેક દાયકાઓના જાહેર જીવન દરમ્યાન તેમની વિરૂઘ્ધ આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો નથી. ગુજરાત તથા સમગ્ર વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે પોતાનું જીવન સમાજ સેવામા તથા દેશ સેવામાં સમર્પિત કરી, ખુદની એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે. તેમ છતા કોગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રેચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે.

 

જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્રે ફરીયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે. ફરીયાદીએ કરેલ બદનક્ષીની ફરીયાદના સમર્થનમાં સાહેદોના નીવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ ૫૦૦, ૧૧૪ અન્વયેના ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરી તેઓને કોર્ટમા હાજર રહેવા હુકમ ફરમાવેલ હતો.

 

આ કામમાં ફરીયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારઘ્વાજ, અમૃતા ભારદ્વાજ તેમજ ગાંધીનગરનાં એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયેલ હતા.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ