તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના દર્દીઓને સારવાર કરી ફૂલ આપી ઘરે રજા આપતા દર્દીઓએ આભાર વ્યક્ત કર્યો

Live Viewer's is = Peopleહાલમાં સમગ્ર દેશમાં કોરોના વૈશ્વિક મહામારી એ હાહાકાર મચાવ્યો છે આ મહામારીમાં નર્મદા જિલ્લો પણ બાકાત રહ્યો નથી નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે આ મહામારી થિ લોકોને બચાવવા માટે વહીવટીતંત્ર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાતદિવસ કામગીરી કરવામાં આવી રહી છે


 જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા ના દરેક ગામની પ્રાથમિક શાળા માં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં તિલકવાડા નગરના એકલવ્ય સ્કૂલ ખાતે  50 બેડના કોવિડ કેર સેન્ટર ની શરૂઆત કરવામાં આવી છે તેમજ તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં તિલકવાડા તાલુકાના વિવિધ ગામોના દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં લાવી ને કોરોના ની સારવાર આપવામાં આવે છે  હાલની પરિસ્થિતિમાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો કોરોના વોરિયર્સ તરીકે પોતાના જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે જેમાં તિલકવાળા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર જે રંજન ના માર્ગદર્શન હેઠળ અને ડોકટર રાઠવા ની નિગરાનીમાં તિલકવાડા સરકારી હોસ્પિટલમાં  કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તે ઉપરાંત વારંવાર લોકોને જાગૃત કરવા માટે અવ નવા પ્રયાસો કરવામાં આવે છે  અને લોકો ને કોરોના નો ટેસ્ટ કરી સારવાર લેવા માટે અપીલ કરવામાં આવે છે 

        તિલકવાડા આરોગ્ય કેન્દ્રના ડોકટર તેમજ સ્ટાફ દ્વારા જાનના જોખમે કોરોના દર્દીઓની સારવાર  કરવામાં આવે છે જેમાં આજ રોજ તિલકવાડા  તાલુકાના સાવલી ગામ ના ૫૬ વર્ષીય પ્રજાપતિ જગદીશભાઈ ઈશ્વરભાઈ નાઓ છેલ્લા 14 દિવસથી તિલકવાળા કોવિડ કેર સેન્ટરમાં કોરોના ની સારવાર લઇ રહ્યા હતા જેઓ આજ રોજ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરતાં તેઓને તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ના ડોકટરો તેમજ સ્ટાફ દ્વારા ફૂલ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં રજા લઈ ઘરે પરત ફરતા 56 વર્ષીય જગદીશભાઈ એ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ના ડોકટર તેમજ સ્ટાફ નો આભાર વ્યક્ત કરતા તેઓ એ જણાવ્યું હતું કે તિલકવાડા  કોવિડ કેર સેન્ટરમાં ખુબ સરસ સારવાર સાથે જમવાની સુવિધા પણ આપવામાં આવે છે અને આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરો દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન ની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે અને 14 દિવસ બાદ આજે હું સ્વસ્થ થઈ ને ઘરે પરત ફરી રહ્યો છું અને તમામ ડોકટરો અને સ્ટાફ નો હું આભાર વ્યક્ત કરું છું.

રિપોર્ટ: વસીમરાજા મેમણ, ધ ન્યુઝ ટાઇમ્સ, તિલકવાડા

વિગતવાર વિડીયો સમાચાર જોવા અહિં ક્લિક કરો

Post a Comment

0 Comments

close