કોવીડ-૧૯ સામે રક્ષણ આપતી ‘કોવીશીલ્‍ડ’ રસીના બિજા ડોઝ અંગે સરકારે કરી નવી જાહેરાત

Live Viewer's is = People





કોવીડ-૧૯ સામેની લડાઈમાં રસીકરણ એ ખુબ જ અગત્‍યનું પાસું છે. ભારત સરકારશ્રી દ્વારા ૧૬ જાન્‍યુઆરી-૨૦૨૧ થી બે સ્‍વદેશી બનાવટની રસી કોવિશીલ્‍ડ તેમજ કોવેકસીન દ્વારા રસીકરણ ચાલુ કરવામાં આવેલ છે. જે હાલ રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતરે આપી કોવીન પોર્ટલ પર તે બાબતની એન્‍ટ્રી કરવામાં આવે છે. કોવીશીલ્‍ડ રસીનો બીજો ડોઝ ૨૮ દિવસની જગ્‍યાએ ર દિવસ બાદ આપવામાં આવે તો રસી વધુ અસરકારક પુરવાર થતી હોઈ ભારત સરકારશ્રી દ્વારા કોવિન પોર્ટલ પર જરૂરી ફેરફાર કરી પ્રથમ ડોઝ કોવીશીલ્‍ડ લેનારનું બીજા ડોઝ માટે નુ શીડયુઅલ ર દિવસ બાદ કરવામાં આવેલ છે. જેથી કોવીન પોર્ટલ પ્રથમ ડોઝ કોવીડશીલ્‍ડ લેનાર લાભાર્થીના બીજા ડોઝની એન્‍ટ્રી ર દિવસ બાદ જ લઈ શકશે. માટે જે લાભાર્થીઓએ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે તેઓએ બીજો ડોઝ કોવીશીલ્‍ડનો લેવા વેકસીન સાઈટ પર ર દિવસની જગ્‍યાએ ર દિવસ બાદ આપવા મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. જનક માઢક આરોગ્‍ય વિભાગ, જી. પં. કચ્‍છ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments

close