તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

સોમવારથી ઘરે ઘરે અપાશે કરમીયાની ગોળી.૧ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને વિનામુલ્યે અપાશે

— જાહેરાત (Google AdSense In-Article Top) —



પેટમાં ઝીણો દુખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે, પૂંઠે ખંજવાળ આવવી જેવા લક્ષણો વાળા રોગ કૃમિને નિવારવા માટે દર છ મહિને એક વખત કૃમિનાશક ગોળી બાળકને આપવી અતિઆવશ્યક અને અમૃત સમાન છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ બાળકોને કૃમિ રોગ થતો હોઇ ૨૦૧૫થી દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં ૧ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને કૃમિના ચેપથી બચવા આલબેન્ડાઝોલની ગોળી આપવામા આવે છે. આ ગોળી ચાવીને ખાવાની હોય છે અને ગોળી ચોક્લેટ ફલેવરમાં હોવાથી બાળકો હોંસે હોંસે ખાય પણ છે.



સામાન્ય રીતે બાળકોમાં આ રોગનો પ્રભાવ તાત્કાલિક જોવા મળતો નથી પરંતુ બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થકી તેને હંમેશા થાક લાગે છે અને તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ રૂંધાય છે આના નિવારણ માટે દર વર્ષે ફેબ્રુઆરી માસમા આંગણવાડી તથા શાળાઓમાં કૃમિનાશક દવાનો એક ડોઝ બાળકને આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે શાળાઓ આંશિક રીતે બંધ છે ત્યારે ૨૨મી ફેબ્રુઆરી થી ૨ માર્ચ સુધી ઘરે ઘરે ૧૯ વર્ષ સુધીના બાળકોને સામાજિક અંતર જાળવીને આશા, આંગણવાડી કાર્યકર તથા આરોગ્ય કાર્યકર દ્વારા આલબેન્ડાઝોલ ગોળી વિનામુલ્યે આપવામાં આવશે ત્યારે શિક્ષક અને વાલીઓ સહકાર આપીને આ રાષ્ટ્રીય દિવસને સફળ બનાવે તો તંદુરસ્ત બાળક થકી ઉજ્જવળ ભારતની આશા સાર્થક થઈ શકશે.સામાન્ય રીતે ચોમાસામાં સહેલાઈથી ફેલાતા કૃમિથી બચવા દવાની સાથે સાથે તેનાથી બચવાના ઉપાયો જેવા કે નખ નાના અને સાફ રાખવા, હંમેશા સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવો, ફળો અને શાકભાજીનો ધોઈને જ ઉપયોગ કરવો, પગરખાં પહેરવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, ખુલ્લામાં જાજરૂ ન જતા શૌચાલયનો જ ઉપયોગ કરવો, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા પણ ખૂબ જ જરૂરી છે



view 977









સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ