સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે કેંદ્ર સરકારે ગાઈડ લાઈન્સ બહાર પાડી

Live Viewer's is = Peopleકેંદ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે ગાઈડ લાઈન્સ બહાર પાડી છે. હવે નિયમો મુજબ સરકારની દેખરેખમા રહેશે સોશીયલ મીડીયા. ટ્વીટર સાથે વિવાદ બાદ નારાજ ભારત સરકાર હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયંત્રણ રાખવા માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી રહી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર કોઈ ફેક ન્યૂઝ કોણે અને ક્યારે ફેલાવ્યા? સરકાર તે જાણી શકશે. આ પ્લેટફોર્મ પર અને ઈન્ટરનેટ થકી વીડિયો સામગ્રીનો પ્રચાર કરી રહેલા OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પર ત્રણ લેવલે નજર રાખવામાં આવશે. કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે ગઈકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને નવા નિયમોની જાહેરાત કરી છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા તેમજ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મ્સ આવશે. કેન્દ્રીય મંત્રી શ્રી જાવડેકરે અગાઉ કહ્યું હતું કે, આ સંદર્ભે નવા દિશાનિર્દેશો તૈયાર કરી દેવાયા છે, અને તેને જલ્દી થી લાગુ કરાશે. 

કોઈપણ પ્રકારની રોકટોક વિના ચાલી રહેલા ઓટીટી પ્લેટફોર્મ પર સરકાર બની સખ્ત 

નવા નિયમો અંતર્ગત તપાસ અને સાઈબર સિક્યોરિટીના કેસમાં આગ્રહ કર્યાના 72 કલાકની અંદર જાણકારી આપવી પડશે. આદેશ આપ્યાના 36 કલાકની અંદર વિવાદિત કન્ટેન્ટને હટાવવા પડશે. અશ્લીલ કન્ટેન્ટ સાથે સંકળાયેલી પોસ્ટને ફરિયાદના એક દિવસની અંદર દૂર કરવી પડશે. કંપનીઓએ ચીફ કંપ્લાયન્સ ગ્રિવેન્સ રિડ્રેસલ ઓફિસરની નિમણૂંક કરવી પડશે. જે ભારતીય નાગરિક હોવા જોઈએ.

ઓટીટી પ્લેટફોર્મ થકી છેલ્લા એક વર્ષમાં અનેક વિવાદો ઉભા થયા છે. પછી તે કોઈ વેબ સિરીઝ થકી ધાર્મિક ભાવનાને ભડકાવવાની હોય કે પછી ખોટા વીડિયો, ફોટા અને ફેક ન્યૂઝ ફેલાવીને હિંસા ભડકાવવી કે પછી કોઈ ભ્રામક તથ્ય દ્વારા કોઈ વ્યક્તિની છબી ખરડાવવાની હોય.


શું છે ? સોશિયલ મીડિયા માટેની નવી પોલીસી મા 

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા કંપનીઓનું ભારતમાં બિઝનેસ કરવા માટે સ્વાગત કર્યુ હતું અને જણાવ્યુ હતું કે, અમે તેમને આવકાર આપીએ છીએ, સોશીયલ મીડીય કંપનીઓ વેપાર કરે અને રૂપિયા કમાય. પણ આ અત્યંત જરૂરી છે કે યૂઝર્સને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે સવાલ ઉઠાવવા માટેનો એક મંચ પૂરો પાડવામાં આવે. વધુમા તેમણે જણાવ્યુ હતું કે, ભારત સરકાર અસહમતિના અધિકારનું સન્માન કરે છે, સરકાર પાસે ઘણી ફરિયાદો આવે છે કે, સોશિયલ મીડિયા પર તસવીરો મોર્ફ કરીને શેર કરવામાં આવે છે. બીજીબાજુ આતંકી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ થાય છે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ મસાલા સિવિલ સોસાયટીથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.


બે પ્રકારની કેટેગરી રહેશે: 

(૧) સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયર (૨) સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરી.

-દરેક પ્લેટફોર્મે ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનિઝમ બનાવવું પડશે. 24 કલાકમાં ફરિયાદ દાખલ થશે અને 14 દિવસમાં તેનો નિકાલ લાવવાનો રહેશે. 

-જો યૂઝર્સ ખાસ કરીને મહિલાઓની માન-મર્યાદા સાથે ચેડાં થયા હોવાની ફરિયાદ થઈ તો 24 કલાકમાં કન્ટેન્ટ ડિલીટ કરવું પડશે. 

- સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયાએ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે, જે ભારતનો નિવાસી હોવો જોઈએ. 

- એક નોડલ કોન્ટેક્ટ પર્સન રાખનો પડશે જે 24 કલાક કાનૂની એજન્સીઓના સંપર્કમાં રહેશે.

- માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટ જારી કરવો પડશે. 

- સોશિયલ મીડિયા પર કોઈ અટકચાળો કે હરકત સૌથી પહેલા કોણે કરી તે સોશિયલ મીડિયા કંપનીએ જણાવવું પડશે. 

- દરેક સોશિયલ મીડિયા કંપનીનું ભારતમાં એક એડ્રેસ હોવું જોઈએ. 

-દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે યૂઝર્સ વેરિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ.

- સોશિયલ મીડિયાના નિયમ આજથી લાગુ થશે.  જ્યારે સિગ્નિફિકેંટ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરને 3 મહિનાનો સમયગાળો મળશે.

શું છે ? ઓટીટી પ્લેટફોર્મ માટે ની નવી ગાઈડલાઈન્સ મા

- ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ મીડિયાને પોતાના વિશે વિસ્તૃત જાણકારી આપવી પડશે. રજિસ્ટ્રેશન અનિવાર્ય નથી.

- બંનેએ ગ્રીવન્સ એડવાન્સ રિડ્રેસલ સિસ્ટમ લાગુ કરવી પડશે. જો ચૂક થશે તો પોતે રેગ્યુલેટ કરવું પડશે.

- ઓટીટી પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવી પડશે જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા કોઈ જાણીતી હસ્તીના વડપણ હેઠળ હશે. 

- સેન્સર બોર્ડની જેમ ઓટીટી પર પણ ઉંમર મુજબ સર્ટિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ. એથિક્સ કોડ ટીવી અને સિનેમા જેવો રહેશે. 

- ડિજિટલ મીડિયા પોર્ટલ્સને અફવા અથવા જૂઠ્ઠાણું ફેલાવાનો કોઈ અધિકાર નથી.


 
ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વીટર પર 3 તબક્કે સરકાર રાખશે નજર

સોશિયલ મીડિયાની દરેક કંપનીએ પોતાના મોડરેટર રાખવા પડશે. જે તેમના થકી શેર કરીને ફેલાવવામાં આવી રહેલા કન્ટેન્ટ માટે જવાબદાર હશે. અને જો તેમના મોડરેશનમાં ભૂલ જોવા મળશે,  તો તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે અને તેમને પણ સજા આપવામાં આવી શકશે.

બીજા તબક્કામા સરકાર નિયામક એજન્સી બનાવશે. જેમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની નિવૃત જજ હોઈ શકે છે. જે આ મોડરેટર પર નજર રાખશે.

ત્રીજા તબક્કામા સરકારી સંસ્થાઓ હશે. જે સોશીયલ પ્લેટફોર્મ પર નજર રાખશે. અને કોઈપણ કેસ સામે આવશે તો દોષીત કંપનીને દંડ કરી શકશે. સરકારી સંસ્થા પાસે સૌથી મહત્વની શક્તિ કન્ટેન્ટને બ્લોક કરવાની રહેશે. તેમના આદેશ પર કેટલાક કેસોમાં કંપનીઓને 24 કલાકમાં અને અન્યમાં 15 દિવસમાં ફરજીયાત કાર્યવાહી કરવાની રહેશે.


 


Post a Comment

0 Comments

close