પતંગો નો તહેવાર નજીક આવી રહ્યો છે તે વેળાએ...અમદાવાદમાં

Live Viewer's is = People

 પતંગો નો તહેવાર નજીક આવી રહ્યો છે તે વેળાએ...



     એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. બીજી તરફ આ મહામારી દરમિયાન આવતા વિવિધ પર્વોની ઉજવણીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વખતો વખત કેટલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. 



     જ્યારે હવે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ આગામી તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ અમદાવાદ શહેરમાં મકર સંક્રાંતી ઉત્તરાયણ પર્વની ઉજવણી થનાર છે. પર્વને અનુલક્ષીને મોટા શહેરોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. 

() અમદાવાદ શહેર વિસ્તારમાં જાહેર માર્ગો/રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ચડીને ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનને જોખમ ઉભું થવાની સંભાવના રહેલી છે

() આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબજ મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડતા હોય છે

() આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે

() કેટલાક લોકો જાહેર માર્ગ ઉપર પતંગ ઉડાડતા હોય છે

() તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે થમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર નાવી લઇને આમતેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરતા હોય છે

(૬) પર્વના દિવસે શહેર વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા હોય છેઅને આમ જનતા દ્વારા  ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને નાંખતા હોયછેજેને અનુલક્ષીને જાહેર માર્ગો 
ઉપર
 ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફીક અવરોધ પેદા થતો હોય છે

(૭)ઘણાંલોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે જે, નાઇલોન અથવા અન્ય સિન્થટીક મટીરીયલ અથવા સિળેટીક  પદાર્થ થી કોટેડ કરેલી હોય તેવા દોરા અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે



આ તમામ કારણો ટ્રાફીક માં અવરોધ કરતા હોય છે. તેમજ રસ્તા ઉપર ગલીઓમાં ટેલીફોન/ઇલેકટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તારના લંગર નાખી ટેલીફોન/ઇલેક્ટ્રીક તારમાં ભરાયેલા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલીફોન/ઇલેક્ટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટ સર્કીટના કારણે તાર તુટી જવાના કારણે અકસ્માતો સર્જાવાના ગંભીર બનાવ બનતા હોય છે. તેમજ આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યક્તિને શરીરના કોઇ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરિક ગંભીર ઇજાઓ થવાના અને ક્યારેક અંગો કપાઇ જવાના તેમજ કેટલાક સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે



 પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.  મકરસંક્રાંત દરમ્યાન અમદાવાદ શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખૂબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે, તુક્કલમાં હલકી ક્વોલીટીના સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે. જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર તેમજ હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલુ છે. સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ઉત્તરાયણના તહેવાર દરમ્યાન સંપૂર્ણ પાલન થાય, તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશોને આધિન ચાઇનીઝ લોન્યર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાઇલોન અથવા અન્ય સિન્થટીક મટીરીયલ અથવા સિળેટીક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ના ૨૨મા અધિનિયમની કલમ ૩૩() (), ૩૩()(), ૧૧૩ મુજબ મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવું જરૂરી હોય, જેથી નીચે મુજબનો પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

રિપોર્ટ : ચિરાગ પાટડીયા, ધ ન્યુઝ ટાઈમ્સ, અમદાવાદ

Post a Comment

0 Comments

close