ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે

Live Viewer's is = People

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટેભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે તા-૦૧/૦૨/૨૦૨૧ થી તા-૧૫/૦૨/૨૦૨૧ સુધી, એનડીએચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ-દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. 

આ લશ્કરી ભરતીમેળામાં નીચે જણાવેલ કક્ષા પર ભરતી યોજાવાની છે,

સોલ્જર જનરલ ડ્યુટી
સોલ્જર ટેકનીકલ 
સોલ્જર ટેકનીકલ એવિએશન એમ્યુનીશન એક્સામીનેશન
સોલ્જર ક્લાર્ક 
સોલ્જર ટેકનીકલ(નર્સિંગ આસીસ્ટન્ટ, નર્સિંગ આસીસ્ટન્ટ વેટરનરી), 
સિપાઈ(ફાર્મા) 
સોલ્જર ટ્રેડમેન  

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઉમેદવારે નીચે જણાવેલ વેબ સાઈટ પર અરજી કરવાની રહેશે.

http://www.joinindianarmy.nic.in 


ભારતીય સેનાની આ વેબસાઈટ પર અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેવા ઉમેદવારો એ પણ ફરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ-૧૮/૦૧/૨૦૨૧ છે. 

આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને ઈ-મેઈલ મારફતે કોલ-લેટર મોકલવામાં આવશે. જેથી અરજી કરેલ તમામ ઉમેદવારો એ ઓનલાઈન અરજી દરમિયાન દાખલ કરવામાં આવેલ ઈ-મેઈલ ચેક કરતા રહેવું.

લશ્કરી ભરતીમાં ફરજીયાત એફિડેવિટ રજુ કરવું પડશે અને જે ઉમેદવારો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે તે ઉમેદવારે COVID-19/ASYMP-TOMATIC પ્રમાણપત્ર સરકારી હોસ્પિટલના પ્રમાણિત ચિકિત્સક દ્વારા ૭૨ કલાક પહેલાનું પ્રમાણપત્ર સાથે લાવવું ફરજીયાત રહેશે. જેની લશ્કરી ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો એ નોંધ લેવી. 

આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે તથા એફિડેવિટના નમુના માટે આર્મી ભરતી અંગેની વેબસાઈટ http://www.joinindianarmy.nic.in અથવા આર્મી ભરતી કાર્યાલય- જામનગર (૦૨૮૮-૨૫૫૦૩૪૬) નો ટેલીફોનીક સંપર્ક કરવાનો રહેશે તેવું રોજગાર અધિકારી (જન) ભુજ – કચ્છ દ્વારા જણાવાયું છે. 


Post a Comment

0 Comments

close