ગૂજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હળતાલનો આજે ૧૨ મો દિવસ.

Live Viewer's is = People

ગૂજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હળતાલનો આજે ૧૨ મો દિવસ.ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ પોતાની વર્ષો જૂની પગાર વધારા સહિતની માંગણીઓને લઈને કચ્છના ૭૦૦ સહિત રાજ્યભરના ૩૩૦૦૦ જેટલા આરોગ્ય વિભાગના પાયાના કર્મચારીઓ તારીખ 12/01/2021 થી હડતાલ પર ઉતરી ગયા છે. જાહેર આરોગ્યક્ષેત્રે લોકો વચ્ચે જઈને સરકારશ્રીની તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણને લગતી સેવાઓ નિષ્ઠાપૂર્વક બજાવી રહેલા વિશિષ્ટ તાલીમબધ્ધ આરોગ્ય કર્મચારીઓની વર્ષો જૂની માંગણી છે કે તેમને ટેક્નિકલ કર્મચારી ગણીને બીજા ખાતાઓની જેમ તેમને પણ ૨૮૦૦ નો ગ્રેડ પે આપવામાં આવે.


     આ અગાઉ  મહાસંઘ દ્વારા ૧૩ જેટલી માંગણીઓ સાથે વર્ષ 2019માં બે વખત હડતાલ કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રી દ્વારા તમામ પ્રશ્નોનોના નિરાકરણ બાબતે લેખિત બાંહેધરી આપવામાં આવતા હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધી એક પણ માંગણી અંગે યોગ્ય નિરાકરણ આવતા કર્મચારીઓમાં રોષનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો હતો, પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારી આવતાં કર્મચારીઓએ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે પોતાની તમામ માંગણીઓ ભૂલી જઈ અને સતત દિવસ રાત પોતાના અને પોતાના પરિવારના જીવના જોખમે અવિરત સેવા બજાવતા રહ્યા. સમયગાળા દરમિયાન રાજ્યભરમાં ૧૨૭૪ જેટલા કર્મચારીઓ ફરજ દરમ્યાન કોરોનાથી સંક્રમિત થયા અને ૫ આરોગ્ય કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ જાનની આહુતિ આપીને શહાદત વહોરી લીધી. પરંતુ ક્યારેય આંદોલન કે હડતાલનું વિચાર્યું નહીં, સમયગાળા દરમિયાન અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ હડતાલો કરવામાં આવી અને સરકારશ્રી દ્વારા એમની માંગણીઓ સંતોષવામાં પણ આવી, જ્યારે આરોગ્ય કર્મચારીઓને માત્ર કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરીને સંતોષ મનાવવામાં આવ્યો. હાલમાં કોરોનાની બીમારી મંદ પડતા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરીથી સરકારીશ્રી સમક્ષ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે રજુઆત કરતા કોઈ સાનુકુળ પ્રત્યુત્તર મળતા છેવટે ના છૂટકે આરોગ્ય કર્મચારીઓને ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડી.

હળતાલ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓની રજુઆત સાંભળવાને બદલે સરકારશ્રી દ્વારા કર્મચારીઓના હક્કને દબાવવા માટે એપેડેમીક એકટ લગાડી બિન શરતી હડતાલ સંકેલી લેવા દબાણ કરવામાં આવ્યું. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિત હોદેદારો વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી ધરપકડ પણ કરાવવામાં આવી છે, ત્યારે ગ્રામયકક્ષાએ આરોગ્ય સેવાઓ નિયમિત મળી રહે એવી વિનંતીઓ સાથે રાજ્યના ગામે ગામથી સરપંચો, તાલુકા-જિલ્લાના પ્રતિનિધિઓ, ધારાસભ્યો  દ્વારા માનનીય મુખ્યમંત્રીને પત્ર લખી કોરોના વોરિયર્સની માંગણીઓ સંતોષી હડતાલ જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆતો કરવામાં આવી રહી છે.હળતાળની કઈ જગ્યાએ અસર પડી?

ગુજરાત સરકારની સબ સલામતની બુમો વચ્ચે વાસ્તવિકતા છે કે સરકારી આરોગ્ય લક્ષી તમામ સેવાઓ મહદ અંશે ઠપ્પ થઈ ગયેલી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાઓ કર્મચારીઓ વગર સુના ભાસી રહ્યા છે, પેટા આરોગ્ય કેન્દ્રો સાવ બંધ જેવા થઈ ગયા છે. નાના બાળકોનું રસીકરણ નહિવત થઈ ગયું છે ઉપરાંત સગર્ભા મહિલાઓને મળતી સેવાઓ પર અસર જોવા મળી રહી છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ પ્રત્યે જે નિરુત્સાહી વલણ જોવા મળી રહ્યું છે પાછળ પણ ક્યાંકને ક્યાંક બાબત કારણભૂત હોઈ શકે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ટીબી, તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય બીમારીઓ વગેરેનો સર્વેલન્સ બંધ થઈ જતા ગરીબ અને સરકારી સેવાઓ પર નિર્ભર લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. અને એમાંય કોરોના મહામારી દરમિયાન કોરોના ટેસ્ટિંગ, કોનટેક ટ્રેસીંગ, દર્દીઓને ચેક કરી કોવિડ હોસ્પિટલ પહોંચાડવા અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકોના સ્વસ્થ્યનું ૧૪ દિવસ સુધી ઘરે જઈ ચેકીંગ કરવાની કામગીરી ઠપ્પ જેવી થઈ જવા પામી છે. તેમાંય કોરોના ટેસ્ટિંગ ઓછા થઈ જતા દર્દીઓ સંખ્યા પણ ઘટી જવા પામી છે. અને સરકાર સબ સલામત છે એવી પરિસ્થિતિ ઉભી કરેલ છે. ત્યારે ખરેખર સરકારના જવાબદારોએ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાનું ટાળી અને ગ્રેડ પે સુધારવાની માંગણી સ્વીકારી સાચા અર્થમાં આવા કોરોના વોરિયર્સને સન્માનવા જોઈએ એવી લોકમાંગ ઉઠી રહી છે. 

Post a Comment

0 Comments

close