બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે ખાસ સમાચાર: બાગાયતી સહાય યોજનાની અરજીઓ ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી

Live Viewer's is = People

બાગાયતી સહાય યોજનાની અરજીઓ ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી



કચ્છ જિલ્લાનાં તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ  નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળપાક વાવેતર, સરગવાની ખેતી, પપૈયા, કેળા, ટીસ્યુ ખારેક, બાગાયતી પાકોમાં વોટર સોલયુબલ ખાતર, પેકિંગ મટિરિયલ્સ, શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણ, વેલાવાળા, શાકભાજી પાકોમાં ટ્રેલીજ/મંડપ, ફુલપાકોના વાવેતર, પાણીના ટાંકા, જેવા ધટકોમાં સહાય મેળવવા માગતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ હશે. તેમજ તેઓને જે તે ઘટકો માટે મંજુરીપત્રો પણ મળેલ હશે. આવા ખેડૂત ભાઈઓએ સહાય માટે જરુરી સાધનિક કાગળો સાથે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી રૂમ નં 320, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે બિનચુક રજુ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ રુબરુ કે ટપાલ થી આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેવું નાયબ બાગાયત નિયામક, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Post a Comment

0 Comments

close