હિંમતનગર નજીક આવેલી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જાણીતી સહકારી સંસ્થા સાબરડેરી ખાતે મોકડ્રીલ યોજાઈ.

Live Viewer's is = People

હિંમતનગર નજીક આવેલી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જાણીતી સહકારી સંસ્થા સાબરડેરી ખાતે મોકડ્રીલ યોજાઈ.



    હિંમતનગર નજીક આવેલી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જાણીતી સહકારી સંસ્થા સાબરડેરી ખાતે મંગળવારે સવારે ૧૦-૦૦ કલાકે અચાનક એમોનિયા રીસીવર ઓઇલ પર્સિંગ પોઇન્ટ પ્લાન્ટમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ અંગે સાબરડેરીના સેફટી ઇન્ચાર્જ સેફટી ઓફિસરે ઇમરજન્સી કોલ આપ્યો હતો કે, સાબરડેરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના ઘટી છે. 


     રિસ્પોન્સ ટાઇમમાં હાજર થઈને બચાવ-રાહત કામગીરી તાત્કાલિક કરવામાં આવે. જેના પગલે સરકારી અને સંસ્થાની ઈમરજન્સીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી. જેમાં બે વ્યક્તિઓને એમોનિયા ગેસની વધુ અસર જોવા મળી હતી. જેમને પાણીનો છંટકાવ અને મસાજ કરીને સ્ટ્રેચરમાં મૂકીને ઘટના સ્થળે આવી પહોંચેલી એમ્બ્યુલન્સ વાનથી વધુ સારવાર અર્થે રવાના કરાયા હતા. હિંમતનગર પાલિકાના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાબડતોડ પહોંચીને ગેસની તીવ્રતા ઘટાડવાના કામે લાગી હતી. જરૂરી માત્રામાં પાણીનો છંટકાવ કરીને ગેસને નિયંત્રિત કર્યો હતો. તેમજ મેડીકલ સ્ટાફ આરોગ્ય અને પોલીસ પણ ઘટના સ્થળે રાઈટ ટાઈમે પહોંચીને બચાવ કામગીરીમાં જોતરાયા હતા. ગેસને કાબુમાં લેવા માટે પીપી કીટ પહેરીને સલામતીની પુરતી તકેદારી તથા સાધનોથી ગેસની લીકેજ ક્યાં અને કેટલું છે. તે માપીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનાની જાણ કલેકટરને થતા તેઓ પણ બનાવના સ્થળે તુરંત પહોંચીને ડિઝાસ્ટર તેમજ સરકારી એજન્સી તથા ડેરીના જવાબદાર મેનેજિંગ ડિરેક્ટર સાથે ચર્ચા કરીને તુરંત બચાવ કાર્ય થાય કોઇ જાનહાનિ ન થાય બચાવમાં જરૂરી મદદની હૈયાધારણ આપી હતી. સાબરડેરી રેફ્રિજરેશન વિભાગની રેસ્કયુ કામગીરીનું નિરીક્ષણ કરી સજાગતા સતર્કતાની સમીક્ષા કરી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને નવી ટેકનોલોજી જ્ઞાનને અપડેટ કરવાની કર્મીઓને શીખ આપી હતી. અને ફાયર સેફ્ટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 


    આ પ્રસંગે આ મોકડ્રીલ યોજાયા બાદ જીલ્લા ક્રાઇસિસ ગ્રુપ સાબરકાંઠા તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના ઉપક્રમે સમીક્ષા યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર સી.જે.પટેલ, સાબરડેરીના એમ.ડી. બી.એમ.પટેલ, નાયબ નિયામક એચ.એસ.પટેલ, ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઇ શાહ, શ્યામસુંદરભાઈ, નાયબ માહિતી નિયામક મછાર, ડિઝાસ્ટર મામલતદાર ઉર્વિત પટેલ, સાબરડેરીના જે.ડી.પટેલ, ડેરીના કર્મચારીઓ, રેસ્ક્યુ ઓપરેશનના જવાબદાર અધિકારીઓ યુ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સહિતે હાજર રહી જરૂરી સૂચનો કર્યા હતા.

રીપોર્ટ બાય:- ઉમંગ રાવલ, સાબરકાંઠા.

Post a Comment

0 Comments

close