ભાયાવદરમાં સ્વ. હેમાનીબાની ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરી દિકરીબાને શ્રદ્ધાંજલિ કરાઈ

Live Viewer's is = People

ભાયાવદરમાં સ્વ. હેમાનીબાની ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરી દિકરીબાને શ્રદ્ધાંજલિ કરાઈ





ઉપલેટાના ભાયાવદર શહેરમાં રહેતા જીલ્લા ભાજપ ઉપ-પ્રમુખ તેમજ ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાની પુત્રી હેમનીબાની ચોથી પુણ્યતિથિ નિમિતે તેમની યાદમાં અને તેમને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો હેતુ જરૂરિયાત મંદ લોકોને બ્લડ મળી રહે અને તેમની મેડિકલ સારવાર થઈ શકે તે હેતુસર આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ દ્વારા કુલ 165 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ નાથાણી બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું પુત્રીની પુણ્યતિથિ નિમિતે દર વર્ષે રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકાય તેવા તમામ કર્યો કરવામાં આવે છે આ સાથે ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા દ્વારા દીકરીને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ અર્થે પંખીઓને ચણ, કૂતરાઓને લાડવા, ગાયોને નીરણ તેમજ મૂંગા જીવજંતુઓનો પણ આ તકે પોતાનાથી થતી તમામ મદદ અને સહયોગ આપવામાં આવે છે.



 આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, આર.ડી.સી. બેંકના ચેરમેન લલિત રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચારિયા, રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપરાંત ઉપલેટા તેમજ ધોરાજી સાથે આ પંથકના તમામ સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન કરી અને દિકરિબાને શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.

રિપોર્ટ :કૌશલ સોલંકી, ધ ન્યુઝ ટાઈમ્સ, ધોરાજી

Post a Comment

0 Comments

close