શું તમે ભુજ વિશે આ જાણો છો?, ભુજનો સ્થાપના દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કચ્છના પાટનગર ભુજ વિશે રસપ્રદ માહિતી આપતો લેખ.

Live Viewer's is = People

શું તમે ભુજ વિશે આ જાણો છો?, ભુજનો સ્થાપના દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે કચ્છના પાટનગર ભુજ વિશે રસપ્રદ માહિતી આપતો લેખ.



ભુજનો સ્થાપના દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે ભુજ વિશે થોડુંક વધુ જાણીયે. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને પાંચ ગઢનાં નાકાં અને છઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ, જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે. ભુજ માં હમીરસર તળાવ, આયના મહેલ, જ્યુબીલી મેદાન, દરબાર ગઢ, ભુજ સંગ્રહાલય, ભુજિયો ડુંગર, રાજેન્દ્ર બાગ, છતેડી, સુરલ ભીટ મહાદેવ, હિલ ગાર્ડન, ત્રિ મંદિર વિગેરે જોવા લાયક સ્થળો છે. જ્યારે ભુજની આસપાસ  કાળો ડુંગર, ટપકેશ્વરી મંદિર, રુદ્ર માતા ડેમ, રક્ષક વન, કુનરીયા વિગેરે જોવા લાયક વિસ્તારના સ્થળો છે.



સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયણ સંપ્રદાયનું,  ભગવાન સ્વામિનારાયણ દ્વારા નિર્મિત મંદિર છે. અહીં ૧૫ મે, ૧૮૨૭ (વિ.સં. ૧૮૮૨વૈશાખ સુદ ૦૫) ના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી. મૂળ મંદિર ભુજમાં આવેલા ભુંકંપ સમયે ક્ષતિગ્રસ્ત થતા તેને સ્થાને એક વિશાળ મંદિરનું નિર્માણ કરાયું છે. નિર્માણકાર્યની શરૂઆત મે, ૨૦૦૩નાં રોજ કરાઈ અને સાત વર્ષે, ૧૮ મે, ૨૦૧૦ના રોજ કાર્ય પૂર્ણ થયું છે. જે આજે ભુજ મંદિરના નામે પ્રસિધ્ધ છે અને યાત્રાધામ તરીકે પણ ઓળખ ધરાવે છે.


 

ભુજનું હમીરસર તળાવ

હમીરસર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે. તળાવ જોવાલાયક છે. ઐતિહાસિક તળાવ માનવસર્જિત છે. તળાવ ૨૮ એકરના વિસ્તારમાં ફેલાયેલુ છે અને તેની આસપાસ સુંદર બગીચા આવેલા છે. તળાવ ભુજ શહેરની પાણીની જરુરિયાત સંતોષે છે. હમીરસર તળાવ ૪૫૦ વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (૧૪૭૨-૧૫૨૪) પરથી રાખવામાં આવ્યું છે. તળાવનું બાંધકામ રાઓ ખેંગારજી પ્રથમ ‍(૧૫૪૮-૧૫૮૫‌) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું. ખેંગારજીએ સ્થળની પસંદગી કચ્છના સૂકા અને ખારા વિસ્તારમાં રહેલા રણદ્રીપને જોઇને કરી હતી.  અને ભુજની પાણીની જરૂરિયાત નહેરો અને નદીઓના સંગમ વડે થઇ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભુજને ૧૫૪૯માં કચ્છની રાજધાની જાહેર કરવામાં આવી હતી. તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વિતિય અને વધુ બાંધકામ ખેંગારજી તૃતિયના સમયમાં જયરામ રુડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બાંધકામ સ્થાનિક કડિયા સમુદાય - કચ્છના મિસ્ત્રીઓએ કર્યું હતું.  

 



વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પહેલા હમીરસરનું ઘણું ખરું પાણી સૂકાઇ ગયું હતું. અને તેનાથી ભુજની પાણીની જરૂરિયાત સંતોષી શકાતી નહોતી. જોકે ભૂકંપ પછી સ્થાનિક લોકો, નગરપાલિકા અને અન્યોની મદદથી ૨૦૦૩ સુધીમાં તળાવને ભરવા માટેનું સમારકામ થયું હતું. ૨૦૦૩માં ચોમાસા પહેલાં તળાવ તૈયાર થઇ ગયું હતું અને વર્ષે ૫૦ વર્ષના સૌથી વધુ વરસાદને કારણે તળાવ છલકાઇ ગયું હતું અને તે ઘટના એક ઉજવણી સમાન બની હતી. જયારે હમીરસર તળાવ વરસાદના પાણીથી ભરાઇ જાય છે ત્યારે હમીરસર તળાવની પુજા કરવામાં આવે છે અને પ્રસાદના લાડુ કે જેને "મેઘલાડુ" કહે છે, તેને નાગરિકોમાં વહેંચવામાં આવે છે. રેકોર્ડ મુજબ ભારતની આઝાદી પછી તળાવ માત્ર ૧૮ વખત સંપૂર્ણપણે ભરાયું છે.


 ભુજનું આયના મહેલ

આઈના મહેલ  ભારતના પશ્ચિમ ભાગના એક રાજ્ય ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો ૧૮મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. મહેલ ૧૭૬૧માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમ હતા. મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે. ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં  મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો. પણ મહેલનો એક ભાગ ને તેટલું નુકશાન થયું હતું. તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરરવામાં આવ્યો છે. ભાગમાં એક શયન ખંડ, સંગીત ખંડ, દરબાર ખંડ, અમુક પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન આદિ સાચવીને મુકવામાં આવ્યાં છે.



ભુજીયો ડુંગર 

ભુજીયો ડુંગર ભુજની પુર્વ દિશાએ આવેલું છે. જે ભુજ અને માધાપર ને અલગ પાડે છે. એક દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઇએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો. લડાઇ પછી ભેરિયાનો પરાજય થયો અને સાગાઇ સતી થઇ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઇ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બાંધવામાં આવ્યું છે. બીજી દંતકથા મુજબ કિલ્લાના એક ખૂણે એક નાનો ચોરસ મિનારો 'ભુજંગ નાગ' ને સમર્પિત છે, જે લોકકથા મુજબ પાતાળના દેવ 'શેષનાગ' નો ભાઇ છે. તે કાઠિયાવાડના થાન પ્રદેશમાંથી આવ્યો હતો અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું હતું. ભુજંગ મંદિર પણ કિલ્લાના બાંધકામ સમયે દેશલજી પ્રથમના શાસન૧૭૧૮ -૧૭૪૦ દરમિયાન બંધાયુ હતુંનાગ દેવતાની પૂજા કરતા નાગા બાવાઓની મદદથી એક યુદ્ધમાં વિજય મેળવતા દેશલજીએ ૧૭૨૩માં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. ઘટના પછી દર વર્ષે નાગ પંચમીના દિવસે ભુજીયા ડુંગરના કિલ્લા પર મેળો ભરાય છે.



ભુજનું હવાઈ મથક 

ભુજ હવાઈ મથક ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલું હવાઇમથક છે. પહેલા હવાઈમથક ભુજ રુદ્રમાતા એર ફોર્સ બેસ જેની સાથે તે રન વે (હવાઈ પટ્ટી વહેંચે છે) બે બંકર કે ઈમારતોમાં બનેલું હતું. રસ્તાની એક તરફ ઈંડિયન એયરલાઈંસનું બંકર છે અને બીજી તરફ જેટ એયરવેઝનું બંકર છે. ત્યાંથી કોઈક વાહન દ્વારા ભારતીય વાયુસેનાના મેદાન પાર કરાવીને પ્રસ્થાન ઈમારત તરફ લઈ જાય છે. છેલ્લા અમુક વર્ષોથી એક યોગ્ય એવું ટર્મિનલ બનાવાયું છે જેમાં પાર્કિંગ અને પીક અપ અને ડ્રોપ આઉટની વ્યવસ્થા છે. ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકંપમાં હવાઇમથકની મદદ વડે રસદ પહોંચાડાઈ હતી. હવાઈ મથકને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ અપાયું છે.


Post a Comment

0 Comments

close