અમદાવાદના એક વ્યક્તિએ એક જ સરનામે બાર મંડળી રચી કોર્પોરેશનને ચુનો લગાડયો હોવાનો આક્ષેપ
અમદાવાદના એક વ્યક્તિએ એક જ સરનામાં પર ૧૨ અલગ-અલગ નામે મંડળી રચીને કોર્પોરેશનને ચુનો લગાવ્યાનો આક્ષેપ થયો છે. એક જ સરનામાં અને એક જ વ્યક્તિની ૧૦થી ૧૨ મંડળીઓ હોવા છતાં અધિકરીઓ આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટ આપતા જ રહે છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની કૌભડ થયું હોવાનું આર.ટી.આઈ.માં ખુલાસાઓ થયા છે. એક જ વ્યક્તિ અને એક જ સરનામું અને દરેક મંડળીના અલગ-અલગ નામનો ઉપયોગ થયો છે. દરેક લેટર પેડ પર બાવદ્દીન ભાઈ વાઘેલાનું નામ દેખાઈ છે અને સરનામું પણ એક જ છે. બાવદ્દીનભાઈ વાઘેલા ગટર સાફ સફાઈના કોન્ટ્રાક્ટર ધરાવે છે.
આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અનિલ દાફડાએ (રાષ્ટ્રિય નિર્માણ સેના) આરોપ લગાવ્યો છે કે, બાવદ્દીન ભાઈ વાઘેલાએ ખોટા દસ્તાવેજો બનાવીને મંડળીઓ બનાવી છે અને કોન્ટ્રકટ મેળવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સરખેજ, મકતમપુર, જાેધપુર અને વેજલપુરમાં ગટર સાફ સફાઈ કરવા માટે કોર્પોરેશન ટેન્ડર દ્વારા કામ આપે છે. આ કામ એક જ વાલ્મિકી સમાજના લોકોને જ મળશે તેવો ઠરાવ ભૂતકાળમાં સ્ટેન્ડીગ કમિટીમાં લેવામાં આવ્યો હતો. પરંતુ વાલ્મિકી ના હોવા છતાં પણ અમુક ખાસ વ્યક્તિને કોર્પોરેશન આ વિસ્તારમાં ગટર સાફ સફાઈ કરવા માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ચૂકવાયા હોવાનું આર.ટી.આઈ.ના જવાબ મા ઘટસ્ફોટ થયો છે.
વાલ્મિકી ના હોવા છતાં એક જ વ્યક્તિને કોન્ટ્રાકટ અને એક જ એડ્રેસ પર મળતો હોવાની જાણ કોર્પોરેશનનાં અધિકારીઓને હોવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ ડોક્યુમેન્ટ તપાસ કરતા સમયે પણ એક જ એડ્રેસ અને નામ હોવા છતાં પણ ટેન્ડર એક જ વ્યક્તિને પધારવાતા હોવાનું અને કટકી કરતા હોવાનો આક્ષેપ સામાજીક કાર્યકર દ્વારા લગાવવામાં આવ્યો છે.
રીપોર્ટ : ચિરાગ પાટડીયા, અમદાવાદ
0 Comments