શું તમારા ચુંટણી કાર્ડમાં ભુલો છે ? અને તમે તેને સુધારવા માંગો છો? તો આ માહિતી તમારા માટે અતિ ઉપયોગી છે.

Live Viewer's is = People

 મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની અમૂલ્ય તક


શું આપનું નામ અને ફોટો મતદારયાદીમાં છે? શું આપના કુટુંબના લાયક સભ્યોના નામ મતદારયાદીમાં છે?
શું આપ જે મતદાન મથકના વિસ્તારમાં રહો છો તે જ વિસ્તારમાં આપનું નામ છે?

     આ વિગતોની ચકાસણી માટે મતદારયાદી સૂચવેલ સ્થળોએ જોવા મળશે. તા.૦૯-૧૧-૨૦૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ સુધી મતદારયાદીનો મુસદ્દો નીચે જણાવેલ કચેરીઓ ખાતે રાખવામાં આવેલ છે, જયાં આપના નામ, ફોટો સાથેની વિગતોની રૂબરૂ ચકાસણી કરી શકશો.

કચેરીઓના નામો

(૧)કલેકટર કચેરી 
(ર)મતદાર નોંધણી અધિકારી/પ્રાંત અધિકારીની કચેરી 
(૩) મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી/ મામલતદારની કચેરી, 
(૪) મ્યુનિસિપાલિટીની કચેરી 
(પ) ગ્રામ પંચાયતની કચેરી 

     તે સિવાય આપ ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in અને www.ceo.gujarat.gov.in ઉપર પણ આપના નામની ચકાસણી કરી શકશો. આ ઉપરાંત ચૂંટણી પંચની મોબાઈલ એપ્લીકેશન Voter Helpline ડાઉનલોડ કરી તેમાં આપની વિગતની ચકાસણી કરી શકશો.





     જાગૃત નાગરીક તરીકે આપનો સહયોગ, લોકશાહી તંત્રની પાયાની જરૂરીયાત છે. મતદારયાદીમાં નામ નોંધાવવા, રદ કરાવવા, કોઈ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા તા.૦૧-૦૧-૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરીકનું નામ નોંધાવવા માટે નમૂના-૬ (ઉંમર તથા રહેઠાણના પુરાવા સહિત)માં અરજી કરવી, જેમાં આપના પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ નિયત જગ્યાએ ચોંટાડવો, જેથી નામ દાખલ કરતી વખતે મતદારયાદીમાં આપના નામની સામે આપનો ફોટો પણ આવી શકે. મતદારયાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય તો તે માટે અથવા મતદારયાદીમાંથી નામ રદ કરાવવા માટે નમૂના-૭ માં અરજી કરવી. મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુના-૮ માં અરજી કરવી. એકજ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમુના-૮(ક) માં અરજી કરવી.

(૧)    ઉપર્યુક્ત નમૂના કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/મામલતદાર કચેરી તેમજ બુથ લેવલ ઓફીસર પાસેથી વિનામુલ્યે મેળવી શકશો તેમજ આ નમુના ભરીને/પૂરાવા સાથે ત્યાં જ આપી શકશો. 

(ર)    ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in તથા www.ceo.gujarat.gov.in પર આપ ઓનલાઈન અરજીપણ કરી શકશો. 

(૩)    આ ઉપરાંત રાજ્યના CSC સેન્ટરો ખાતે પણ ઓનલાઈન અરજી નિયત નજીવી ફી ભરીને કરી શકશો.

તા.રર-૧૧-૨૦૨૦(રવિવાર), તા.૨૯-૧૧-૨૦૨૦ (રવિવાર) અને તા.૦૬-૧૨-૨૦૨૦(રવિવાર) અને તા.૧૩- ૧૨-૨૦૨૦ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ કલાક દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફીસર મારફત આ નમૂના મેળવી શકશો તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળોએ ઉપરોકત દિવસોએ પરત આપી શકશો. 




SMS દ્વારા કઈ રીતે માહીતી મેળવવી....?

    હવે SMS દ્વારા પણ વિગતો ચકાસી શકાશે. આપના મોબાઈલથી [ ECI SPACE આપનો મતદાર ઓળખપત્ર નંબર] લખી ૧૯૫૦ નંબર પર SMS મોકલી આપવાથી આપની મતદારયાદીમાંની વિગતો જાણી શકાશે, અને તે જ પ્રમાણે [ ECICONTACT‌‌‌‌‌‌‌‌ SPACE આપનો મતદાર ઓળખપત્ર] નંબર લખી SMS મોકલી આપવાથી આપના વિસ્તારના બુથ લેવલ અધિકારીની વિગતો જાણી શકાશે. વધુ વિગતો માટે ૧૯૫૦ નંબર ઉપર (કામકાજના સમય દરમ્યાન) સંપર્ક કરવો. એક જ મતદાર વિભાગમાં એક કરતાં વધુ વખત અથવા એક કરતાં વધારે મતવિભાગની મતદારયાદીમાં નામ નોંધાયેલ હોવું તે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૦ ની જોગવાઈ હેઠળ ગુનો બને છે.




ચુંટણી કાર્ડ અંગે ફેરફાર સુધારણા નો કાર્યક્રમ નીચે જણાવેલ તારીખો સુધી જ ચાલુ રહેશે..

     અરજી કરવાની તારીખ : ૦૯-૧૧-૨૦૨૦ થી ૧૫-૧૨-૨૦૨૦ સુધી. આપની પાસે મતદાર ફોટો ઓળખપત્ર હશે પણ મતદારયાદીમાં નામ નહી હોય તો આપ મતદાન કરી શકશો નહી, આથી જો ફોટો ઓળખપત્ર હોય તો પણ મતદારયાદીમાં આપનું નામ હોવાની ખાત્રી કરી લો કે જેથી યથા સમયે ચૂંટણીમાં મતદાન કરવામાં આપને મુશ્કેલી ન પડે તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

      આપને આ લેખ પસંદ આવ્યું હોય તો અન્યને જરુર શેર કરો, જેથી અન્ય લોકો પણ ચુંટણી કાર્ડ અંગે જગ્રુત થાય અને કાર્ડમાં ફેરફાર કરાવી શકે...


Post a Comment

0 Comments

close