અંજાર તાલુકાના નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયત ઘરોનું લોકાર્પણ અને રૂ.૯૩.૭૦ લાખના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાયા

Live Viewer's is = People

અંજાર તાલુકાના નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયત ઘરોનું લોકાર્પણ અને રૂ.૯૩.૭૦ લાખના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાયા



     છેવાડાના માનવીનો વિકાસ અમારો ગુરૂમંત્ર છે, એમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. અંજાર તાલુકાના લોહારિયા ખાતે નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયત ઘરોનું લોકાર્પણ રાજયમંત્રીશ્રીએ કર્યુ હતું. મંત્રીશ્રીએ આ તકે આ ત્રણ ગામોના રૂ.૯૩.૭૦ લાખના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી આહિરે વધુમાં જણાવ્યું હતું, કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણેની જીવનશૈલી અપનાવી લેવી સ્વ અને પરિવારના હિત માટે અતિજરૂરી છે. કચ્છ જિલ્લો કોરોનાથી બચતો રહે તે માટે પ્રજાની સાવચેતી અને સાવધાની મહત્વની છે. નાના માણસો પણ કોવીડ-૧૯ ની ગાઇડલાઇનને અનુસરી નાના કે સરકારી દવાખાનાની સારવારથી પણ સાજા થઇ શકે છે.



       આજે અંજાર તાલુકામાં ૯૩.૭૦ લાખના વિવિધ વિકાસકામો હેઠળ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયા હતા જે પૈકી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત પંચાયતો ઘરો,પેવર બ્લોક, સી.સી.રોડ, વન કુટિર રોડ, દિવાલનું વગેરે વિકાસ કામો લોકાર્પિત થયા છે. લોહારિયા ખાતે રૂ.૨૫.૬૭ લાખના, ચંદિયામાં રૂ.૧૯.૪૧ લાખના અને પાંતિયા ગામના રૂ.૪૮.૬૩ લાખ પૈકી કુલ ૯૩.૭૦ લાખના વિકાસ કામો કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને અગ્રણી જીવા શેઠે પ્રાસંગિક પ્રવચનમાં તાલુકાના વિકાસ કામો થી સૌને માહિતીગાર કરતા માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તેમજ વારંવાર હાથ ધોવા અને કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે જીવવા અનુરોધ કર્યો હતો. તાલુકા અગ્રણીશ્રી શંભુભાઇ આહિરે કચ્છના વિકાસ માટે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરને જન સહયોગ આપી પ્રાથમિક અને અગત્યની સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. અંજાર વિધાનસભાના વિકાસમાં મંત્રીશ્રીની તત્પરતા અંગે પણ સૌને તેમણે માહિતગાર કર્યા હતા.



       કાર્યક્રમની રૂપરેખા આપતા તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જી.દેસાઇએ અંજાર તાલુકામાં થયેલ વિવિધ પ્રાથમિક સુવિધાના વિકાસકામોથી સૌને માહિતગાર કરી મંત્રીશ્રીના અંજારની વિકાસ માટેની તત્પરતા બાબતે ઉલ્લેખ કરી હવે માત્ર છ જેટલી ગ્રામ પંચાયત મકાન બાકી છે. જેની દરખાસ્ત પ્રક્રિયામાં છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાની ગ્રાન્ટના વિકાસકામો પણ એમાં સામેલ છે. આ તકે લોહારિયા, ચંદિયા અને પાંતિયાના ગ્રામજનો સાથે અંજાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મ્યાજરભાઇ છાંગા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી બાબુભાઇ મરંડ, અગ્રણી સર્વશ્રી મંજુલાબેન મનજીભાઇ, બાબુલાલ ગોરાણી, હરિલાલ સોરઠીયા, ભચુભાઇ માતા, મશરૂભાઇ રબારી, લોહરિયા સરપંચશ્રી ધનજીભાઇ મહેશ્વરી, પાંતિયા સરપંચ શારદાબેન ધીરજલાલ અને ચંદિયા સરપંચશ્રી રાજબાઇ દેવસીંગ, હેતુભા ભગવાનજી જાડેજા તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર મુન્દ્રા શ્રી બી.પી.ગોર, અંજાર સેકસન ઓફીસર એમ.આઇ.સૈયદ અને ગામોના અગ્રણીશ્રીઓ, મહિલાઓ, બાળકો કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુરૂપ ઉપસ્થિત રહયા હતા.



Post a Comment

0 Comments

close