લગ્ન, સત્કારમાં ૧૦૦ અને અંતિમ ક્રિયા અથવા ધાર્મિકવિધિમાં ૫૦ વ્યકિતની મર્યાદા નકકી કરાઈ.

Live Viewer's is = People

 લગ્ન, સત્કારમાં ૧૦૦ અને અંતિમ ક્રિયા અથવા ધાર્મિકવિધિમાં ૫૦ વ્યકિતની  મર્યાદા નકકી કરાઈ.

Wedding Photo


     રાજયમાં કોરોનાની હાલની સ્થિતિ લક્ષમાં લેતા લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહીં, પરંતુ મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગના આયોજનને મંજુરી આપવાનું રાજય સરકારે નકકી કરેલ છે. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ધાર્મિકવિધિના કિસ્સામાં મહત્તમ ૫૦ વ્યકિતઓની મર્યાદામાં મંજુરી આપવાનું રાજય સરકારશ્રીએ નકકી કરેલ છે.

 
     અગાઉના તા.૨/૧૧/૨૦૨૦ના જાહેરનામામાં સુધારો કરી તા.૨૫/૧૧/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી ઉપર મુજબ અમલ કરવા હુકમમાં જણાવાયું છે. તે સિવાય અગાઉના તા.૨/૧૧/૨૦૨૦ના જાહેરનામાની અન્ય વિગતો યથાવત રહેશે તેવું શ્રી પ્રવિણા ડી.કે. કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.



Post a Comment

0 Comments

close