શું તમારા ઘરે દિકરી જન્મી છે? તો આ સમાચાર તમારા માટે ખાસ અગત્યના છે. જરુર વાંચો.

Live Viewer's is = People

શું તમારા ઘરે દિકરી જન્મી છે? તો આ સમાચાર તમારા માટે ખાસ અગત્યના છે. જરુર વાંચો.



દીકરી એટલે પ્રેમનો સાગર.. સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તમને હંમેશા જોવા મળશે. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે. દીકરીની ઓછી કિંમત આંકતી ઘણી ઉક્તિઓ આપણા સમાજમાં પ્રચલિત છે.જેવી કે દીકરી અને ગાય,દોરે ત્યાં જાય,દીકરી તો પારકી થાપણ કહેવાય !,દીકરી એટલે સાપનો ભારો ,દીકરી એટલે રાતનો ઉજાગરો વિગેરે દીકરી તમારી એવી પુંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા હોય પણ તે ક્યારેય પોતાના મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનુ પોતાનુ કર્તવ્ય ભૂલતી નથી. તેની અંદર એટલી આત્મીયતા અને એટલુ સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરિ સાથે માતા પિતાને પણ સાચવી શકે છે. દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.


ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલી બનાવવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૦૨/૦૮/૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દીકરીઓને ૧ લાખ ૧૦ હજારની નાણાકીય સહાય મળવા પાત્ર છે. આ યોજના અંતર્ગત દીકરીના જન્મની એક વર્ષની અંદર અરજી કરવાની સમય મર્યાદા નક્કી કરેલ હતી, પરંતુ કોવીડ-૧૯ને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ તથા લોકડાઉનને કારણે સમયસર અરજી ન કરી શકનાર અરજદારો માટે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે. હવે પછીથી ૦૨/૦૮/૨૦૧૯ થી ૩૧/૦૩/૨૦૨૦ની વચ્ચે જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમય મર્યાદામાં ૬ માસનો વધારા સાથે હવે અરજી કરવાની મુદ્દત ૧૮ માસ કરવામાં આવેલ છે.


       આ યોજનાના અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્ર, બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભુજ ખાતેથી વિના મુલ્યે ઉપલબ્ધ થશે, તેમજ અરજદારોની સુવિધા માટે આ ફોર્મ વોટ્ઍપ દ્વારા પણ મોકલવામાં આવશે. ફોર્મ મેળવવા માંગતા અરજદારે “વ્હાલી દીકરી ફોર્મ” ટાઈપ કરી કચેરીના ૯૦૬૭૫ ૮૭૮૯૭ પર મેસેજ કરવો. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નંબર ૦૨૮૩૨-૨૩૦૦૧૦ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા જણાવાયું છે. 







Post a Comment

0 Comments

close