આપણી સાવચેતી આપણી સલામતી, સર સલામત તો પગડિયા બહુત મિલ જાએગી, મોંએ માસ્ક ને નાકે લો નાસઃ કોરોના ભાગશે જો જનતા જાગશે,

Live Viewer's is = People

આપણી સાવચેતી આપણી સલામતી, સર સલામત તો પગડિયા બહુત મિલ જાએગી, મોંએ માસ્ક ને નાકે લો નાસઃ કોરોના ભાગશે જો જનતા જાગશે,



સર સલામત તો પગડિયા બહુત મિલ જાએગી. જાન છે તો જગ છે. એવા વાકયો અમલી કરવાનો સમય એટલે કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે જાહેર કરાતી માર્ગદર્શિકાનો અચૂક પાલન કરવાનો વર્તમાન સમય.

તમારી આસપાસ જુઓ સાવચેતી અને કોવીડ-૧૯ની સ્થિતિ સલામતી મારે, તમારે સૌએ કરવાની છે. રાજય સરકારની અધિકૃત વેબસાઇટ www.gujcovid19.gujarat.gov.in પર તા.૨૦/૯/૨૦૨૦ની અંતિમ વિગતો પ્રમાણે રાજયમાં ૧૬ હજાર ઉપરાંત એકટીવ કોરોનાના કેસ છે અને કચ્છ જિલ્લામાં ૩૭૫ ઉપરાંત કોરોના કેસ થયા છે ત્યારે આપણા સૌની સહિયારી જવાબદારી બને છે કે આપણે સરકાર દ્વારા જાહેર કરાતી અને આપણી સલામતી માટેની ગાઇડલાઇનને અનુસરીએ.



વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ને માત આપવા માત્ર સરકાર, આરોગ્ય, વહીવટી તંત્ર, પોલીસ કે સામાજિક સંગઠનો જ નહીં આપણા સૌનો સહકાર સૌની જવાબદારીને અમલમાં મૂકવી પડશે. મોંએ માસ્ક પહેરવું અને નાકથી ગરમ પાણીનો વરાળનો નાસ લેવો કોરોનાને હરાવવાના કારગર અને સહેલા ઉપાય છે. સામાજિક અંતર જાળવવું અને બિનજરૂરી બહાર જવું ટાળવું આ જાહેરહિતની સરળતાથી અમલમાં મુકાય એવી બાબત છે જે કોવીડ-૧૯ના સંક્રમણને રોકવામાં આપણા સૌનું મહત્વનું યોગદાન ગણાશે. આપણે મશીનગનો નથી લેવાની કે નથી મોટા ખર્ચા કરવાના ફકત સ્વસલામતી માટે કોવીડ-૧૯ને હરાવવા અને જીંદગીને જીતાડવાની પહેલ ચાલુ રાખવાની છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ એ અનેક ડોકટરો, સેવાકર્મીઓને દર્દીઓ, સંક્રમિતોની સારવારમાં સંકળાયેલા તેમજ તેના સંક્રમણને અટકાવવાની કામગીરીમાં રોકાયેલા કે પછી તેની જનજાગૃતિ અને સલામતીના સેવાકર્મીઓને પોતાના સંકજામાં લીધા છે ત્યારે આમ જનતાનો સહયોગ આવશ્યક જ નહીં અનિવાર્ય છે.

આ જંગ સમજણ અને સાવચેતીથી જીતવાની જંગ છે. કોરોના હારશે ગુજરાત જીતશે રાજયના મુખ્યમંત્રીશ્રીના આ સૂત્રને તમારે મારે  સૌએ સહકાર આપીને સાર્થક કરવાનું છે. સ્વસલામતી માટે સહકાર આપવો એ દરેક સમજદારનો પ્રતિભાવ હોઇ શકે.

ના દેખાતો પણ ઓળખાતા રોગોથી તેની સાવચેતી માટે જાહેર કરાયેલા માર્ગદર્શિકા જેવી કે અસરગ્રસ્ત લોકોનાં જોવા મળતાં તાવ, ઉધરસ, થાક અને શ્વાસની તકલીફમાં વગેરેમાં સાવચેતી અને નિદાનનું પગલું ભરવું.જયારે ખાંસી આવે ત્યારે નાક અને મોં ને ઢાંકવા, જાહેર સ્થળો અને જરૂરી હોય ત્યાં બધે જ મોંએ માસ્ક પહેરવા. નાક અને મોંને જરૂર પડે કોણી વડે, રૂમાલ વડે ઢાંકીને ખાંસી, છીંક થી થતા સંક્રમણને રોકવા પ્રયત્ન કરવો.

બિનજરૂરી જાહેર સ્થળોએ જવું જ નહીં અને જરૂર પડે જવું પડે તો બહારથી આવી સ્નાન કરવું. વારંવાર હાથ ધોવા અને હેન્ડવોશની ટેકનીકથી હાથ ધોવા તેમજ બિનજરૂરી હાથનો સ્પર્શ આંખ કે અન્ય જગ્યાએ ના કરવો.દિવસમાં ઓછામાં ઓછું ત્રણવાર વરાળનો નાશ લો અને ગરમ ઉકાળાનું સેવન કરતાં રહેવું. આયુર્વેદિક ઉકાળા, ઘરગથ્થુ ઉકાળા અને નિયમિત ગરમ પાણીના સેવનથી કોરોનાને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવાય છે. દૈનિક જીવન શૈલીમાં આ બધુ વણી લઇને તેને રોજીંદી ક્રિયામાં અપનાવી લઇએ કોરોનાને હંફાવી દઇએ.



કોરોના ભાગશે જો જનતા જાગશે આ મંત્રને સરકારના શબ્દો નહીં પણ આપણી જાગૃતિ અને જીવનમાં સલામતીની પ્રક્રિયાની અમલવારી જ સાર્થક કરી શકાશે. સ્વસલામતીએ કોઇની નહીં આપણી જવાબદારી છે એ સમજીશું ત્યારે જ સાચા અર્થમાં કોરોનાને હરાવવાની મજબૂત શરૂઆત ગણાશે બાકી સરકાર અને સબંધિત તંત્રો તો પોતાપોતાની કામગીરી બજાવશે જ મહત્વનું એ છે આપણે આપણા પોતાના કેટલા હિતેચ્છુ છીએ.


Post a Comment

0 Comments

close