તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કચ્છ જીલ્લા કોંંગ્રેસના માજી પ્રમુખનુંં ટુંકી માંદગી બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન

— જાહેરાત (Google AdSense In-Article Top) —

કચ્છ જીલ્લા કોંંગ્રેસના માજી પ્રમુખનુંં ટુંકી માંદગી બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન 



કચ્છ જીલ્લા કોગ્રેસના માજી પ્રમુખ અને મહેશ્વરી સમાજના આગેવાન નરેશ મહેશ્વરીનુ ટુંકી માંદગીમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ છેલ્લા ૧૫ દિવસ કરતા વધુ સમયથી ફેંફસાની બિમારીથી પિડાતા અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા ૪ દિવસથી તેમની તબીયત વધુ બગડતા તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. 



નરેશ મહેશ્વરીએ કચ્છ જીલ્લામાં કોગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. વર્તમાન લોકસભાની ચુંટણીમાં તેઓ કચ્છના સાંસદ સામે ચુંટણી જંગમા પણ ઉતર્યા હતા. નરેશ મહેશ્વરીના મૃત્યુના સમાચારથી કચ્છ કોંંગ્રેસમાં શોકની લાગણી ફેલાઈ છે. એન.એસ.યુ.આઇ અને યુથ કોગ્રેસથી કોગ્રેસમાં પોતાની કારકીર્દી શરૂ કરનાર નરેશ મહેશ્વરીએ કોંગ્રેસના સંગઠન માટે ખુબ કામ કર્યુ છે. જ્યારે તેઓ શ્રી સમાજમાં પણ અનેક હોદ્દા પર તેઓ રહી ચુક્યા છે. માધાપર ગ્રામ પંચાયતમાં પણ તેઓ હોદ્દેદાર રહી ચુક્યા હતા. નરેશ મહેશ્વરીના નિધનથી કોંંગ્રેસ અને સમાજને એક મોટી ખોટી પડી છે. કચ્છ કોગ્રેસના પ્રવક્તા સહિત કોંંગ્રેસના આગેવાનોએ મૃત્યુના સમાચારની પુષ્ઠી સાથે તેમના નિધનનુ દુ:ખ વ્યક્ત કર્યુ હતુ

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ