ભુજ તાલુકાના માધાપરમાં એક જ પરિવારમાં વધુ બે કેસ પોઝિટિવ નીકળતા કુલ્લ આંક ૪ થયો

Live Viewer's is = People

ભુજ તાલુકાના માધાપરમાં એક જ પરિવારમાં વધુ બે કેસ પોઝિટિવ નીકળતા કુલ્લ આંક ૪ થયો



પશ્ચિમ કચ્છ્ના લખપતના આશાલડી ગામના હજયાત્રી મહિલામાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ થોડા દોવસો માટે કચ્છમાં શાંતી હતી પરંતુ ગયા રવિવારે માધાપરની ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં ૬૨ વર્ષીય પુરુષને પણ લોકલ ટ્રાન્સમિશન અંતર્ગત કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.  આજે તેમના પત્ની અને' પુત્રવધૂનો રિપોર્ટ' પણ પોઝિટિવ આવતાં માધાપરમાં એકીસાથે' ત્રણ કેસ એક જ ઘરમાં નોંધાયા છે અને માધાપરને `સીલ' કરવાનાં પગલાં એ જ કારણસર લેવાયા હોવાનું સ્પષ્ટ થયું છે. 

ચોથો' કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ સાબદું થયું  પણ નાગરિકોમાં હજુ જોઇએ એટલી ગંભીરતા જોવા મળતી નથી. આરોગ્ય તંત્રમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના શંકાસ્પદના જે અગાઉ કેસ તપાસાર્થે મોકલાયા હતા તેમાંથી સાત નેગેટિવ આવ્યા હતા. પરંતુ  માધાપરના ૬૨ વર્ષના કોરોનાગ્રસ્ત શખ્સના ૫૮ વર્ષના પત્ની અને ૨૭ વર્ષીય પુત્રવધૂનો રિપોર્ટ' પોઝિટિવ આવતાં દોડધામ વધી પડી છે. તેઓને યક્ષ મંદિરથી જી. કે. ખસેડાય છે. 


ભુજના રામનગરીના 22 વર્ષીય મહિલા અને ગાંધીધામથી મુંબઈ ગયેલા અને પોઝિટિવ આવ્યા બાદ મૃત્યુ પામેલા એનઆરઆઈના સંપર્કમાં આવેલા ગાંધીધામના ત્રણ ડોક્ટરો સહિત ૧૦ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. માધાપરના ૬૨ વર્ષીય પોઝિટિવ કેસવાળાના પરિવારના અન્ય સાત વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, 

અત્યાર સુધી સરકાર દાખલ ૨૬ કેસ કરાયા હતા. ઘરોઘર તપાસમાં ફરતી ટીમોને મળેલા ફલુવાળા ૧૩૦૦ જેટલા દર્દીને સારવાર લેવા સૂચના અપાઈ હતી. જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૫૦૦ જેટલા લોકોને ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૭ જેટલી વ્યક્તિને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈનમાં ૧૨૩ વ્યક્તિને રાખવામાં આવ્યા છે. જેમાંથી ૭૬ વ્યક્તિને મુક્ત કરાયા જ્યારે હાલમાં ૪૭ વ્યક્તિ ક્વોરેન્ટાઈનમાં છે.


અત્યાર સુધી કુલ્લ 48 શંકાસ્પદ કોરોના સેમ્પલ લેવાયા તે પૈકી ૪૪ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.' એક્વીસ લાખ લોકોનો સર્વે કચ્છમાં આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યક્તિઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ એક્વીસ લાખ લોકોનો સર્વે કરાયા છે. ૯૮ ટકા સર્વે કરાયો છે.' 

Post a Comment

0 Comments

close