કોરોના વાઇરસના કહેરથી બચવા માટે કચ્છના વહીવટી તંત્રની કામગીરીની નોંધ લેવી રહી

Live Viewer's is = People

કોરોના વાઇરસના કહેરથી બચવા માટે કચ્છના વહીવટી તંત્ર, આરોગ્યતંત્ર અને પોલીસતંત્ર પોતાના જીવના જોખમે કરછીઓના જીવ બચાવવા માટે લડત લડી રહ્યા છે ત્યારે કરછની પ્રજાએ ગંભીતાપૂર્વક નોંધ લઈ તંત્રને સાથ આપવો રહ્યો અને તમામ તંત્રની કામગીરી બિરદાવી જોઈએ.



સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ પોતાનો પગ પેસારો કરી ચુક્યો છે. અને મોટું માથું ગણાતા અમેરિકા જેવા દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. જોવાજેવી વાત તો એ છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો ધંધે લાગ્યા છે પરંતુ આ વાઈરસની હજુ સુધી કોઈ દવા કે વેક્સિન શોધવામાં સફળતા કોઈ દેશને મળી નથી. કોરોના વાઇરસ ના પગલે સમગ્ર ભારત ભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે. અને ધારા ૧૪૪ લગાડવામાં આવી છે. જેથી કરી વાઇરસ નો લોકલ ફેલાવો અટકી જાય અને વાઇરસ ની લાઇફ સાઈકલ તૂટી જાય.

લોકડાઉન અને કરછ.

લૉકડાઉન ને જ્યાં સુધી કરછને સંબંધ છે ત્યાં સુધી કરછની જનતાએ ૮૦% લોક ડાઉન પાળ્યો છે અને લોકો બિન જરૂરી બહાર નીકળતા નથી. હા ૧૦% લોકો આરોગ્ય સેવા, પોલીસ સેવા, પત્રકારો અને આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓ છે. બાકીના ૧૦% લોકો ગમેતેમ કરીને ચક્કર મારવા નીકળે જ છે.કોઈ ચાય પાવા ને કોઈ નાસ્તો કરાવવા. અમુક લોકો તો દ્દુધના કેન બાઈક માં લટકાવીને પણ ચક્કર તો મારે જ છે.જોકે પોલીસ તંત્ર દ્વારા આવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને વાહનો ડીટેઈન પણ કરવામાં આવ્યા છે. તો ક્યાંક બાઈક ચાલકોને ઉઠબેસનો કસરતનો દાવ શીખવવામાં આવ્યો હતો. તેમજ શેરી ગલીઓ માં લકી છુપાઈને પણ એકત્ર થવાના સમાચારો મળતા  આખરે બાઝનજર રાખવા માટે ડ્રોન નો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

લોક ડાઉન અને બંધાણી.

કચ્છના કલેકટરે જાહેરનામું બહાર પાડી પાન બીડી તમાકુ ના વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને કારણે અમુક પાન ના ગલ્લા વારાઓ ની દિવાળી નીકળી આવી હતી. જે પડીકી પાંચ રૂપિયા માં મળતી હતી તે અત્યારે પચ્ચીસ રૂપિયામાં વેચાય છે. બીડીની જુડી ૧૯ રૂપિયાની હતી તેના ભાવ ૪૮ રૂપિયા થઈ ગયા છે. અમુક પાન બીડીના ગલ્લાઓ વાળા રોડ સાઈટ ફ્રી ડિલિવરી પ્રોવાઈડ કરતા હતા. વહીવટી તંત્રને આવા લોકોની જાણ થતાની સાથેજ તેમની અટક કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવે છે. 


કોરોના અને કરછ.

જ્યાં સુધી મૂળ કચ્છ ના લોકોની વાત કરીએ ત્યાં સુધી કોઈ વધુ કેસ નોંધાયા નથી. આજે અબડાસા ના જે મહિલા છે તે એક જ કેસ પોઝીટીવ જોવા મળ્યો છે જેની સારવાર ચાલુ છે અને તબિયત સુધારા પર છે.તે સિવાય કોઈ કેસ પોઝટિવ જોવા મળ્યા નથી. જોકે ભૂજ પાસે આવેલા માધાપરના યક્ષ મંદિરમાં એન.આર.આઇ. તેમજ અન્ય લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યાં તેમને બધી જ સગવડ ઘર જેવી આપવામાં આવે છે. કોરોના અંગે કરછમાં ખુબ જ જૂજ કેસો નોંધાયા છે. આ લખાય છે ત્યારે ભારતમાં કોરોના પોઝિટિવ નો આંકડો ૩૦૦૦ ની આસપાસ પહોંચ્યું છે.

પરપ્રાંતિય લોકોમાં ભય

ભૂકંપ બાદ કરછની સરો વિકાસ થયો છે. અને નાની મોટી ઘણી કંપનીઓ કરછમાં ધમધમી રહી છે. જેના પગલે ઉતર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, કેરલા, અને મધ્યપ્રદેશ ના લોકો પણ રોજીરોટી અર્થે કરછને કર્મભૂમિ બનાવી છે. લોક ડાઉન થતાં નાના માણસો જે કંપનીઓ માં કે અન્ય જગ્યાએ કામ કરી રહ્યા છે તેઓ ભીંસ માં મુકાયા છે. લેબર કોન્ટ્રાકટર પૈસા માટે ફોન ઉપાડતાં નથી અને અહી તેમનો રાશન કાર્ડ પણ નથી જેથી પેટનો ખાડો પૂરવા ના વાંધા થયા છે. અમુક પરપ્રાંતીયો વાહન ન મળવાને કારણે પોતાના વતન ભણી પગપાળા કૂચ માંડી છે. ધોમ ધખતા તડકા વચ્ચે પોતાના બાળકો ને લઇ ને હિજરત કરી રહ્યા છે.

આરોગ્ય તંત્રની લડત

કચ્છનો આરોગ્યતંત્ર કોરોના વાઇરસ ને લઈને સાબદું બન્યું છે. વાઇરસ ના પગલે સરકારી દવખાનાઓમાં ખૂટતી જગ્યાએ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવી રહી છે. લગભગ કરછની બધી જ પીએચસી અને સીએચસીમાં ડોકટરો સહિતની ભરતી થઈ ગઈ છે. વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ એવા કચ્છ માં કોરોના નો કોઈ નવો કેસ ના નોંધાતા રાહત નો શ્વાસ લીધો છે પરંતુ સાવચેતીના અને સારવાર માટેના તમામ પગલાં આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. બીજીબાજુ અમુક ખાનગી ડોકટરો એ પોતાની કલીનિકને તાળા લગાવી દીધા હોવાની બૂમ પણ વધી રહી છે. જગૃતો જણાવી રહ્યા છે કે, આવા તબીબો સામે કાર્યવાહી કરવામાં આવે. આપતિકાળ ના સમયે ભગવાન જેવા માનતા તબીબો ભાગી છૂટ્યા છે અને તંત્ર મૌન છે.

ફરજ પર અડીખમ પોલીસ તંત્ર

લોક ડાઉન ની અમલવારી થાય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત ખડેપગે ચોવીસ કલાક ફરજ બજાવે છે.જાહેર જનતાનો જીવ બચાવવા માટે ક્યાંક વિનંતી કરાય છે તો ક્યાંક સમજાવાય છે. પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય ઉપરી અધિકારીઓના માર્ગ દર્શન અને સૂચના નો અમલ કરી ચોવીસ કલાક ફરજ બજાવે છે. બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદીએ પણ ઓડિયો ક્લિપ મારફતે સિનિયર સીટીઝન માટે દવા, અનાજ અને કરિયાણું પહોંચાડવામાં આવે છે. તો જનતા લોક ડાઉન થી ડરે નહિ અને તેમનો મનોરંજન થાય તે માટે અલગ અલગ જગ્યાએ પોલીસ બેન્ડ ટીમ દ્વારા દેશભક્તિ ના ગીતોની સંગીતમય શૂરાવલી દ્વારા વાતાવરણ મનોરંજક બનાવવામાં આવે છે.તો પશ્ચિમ કરછ જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાં જાતે ચકાસણી કરી અમલવારી કરાવી રહ્યા છે.


કચ્છના લોકડાઉન પછી ચિંતા?

આ એક મોટો પ્રશ્ન છે. લોક ડાઉન દરમ્યાન કચ્છમાં માત્ર એક જ કોરોના નો કેસ નોંધાયો છે.જ્યારે ગુજરાતમાં સીતેર જેટલા કેસો નોંધાયા છે.અને કોરોના વાઇરસ થી મહારાષ્ટ્ર અને મુંબઈ ઘણા પ્રભાવિત છે. કચ્છ માટે લાઈક ડાઉન પછી ચિંતાનો વિષય એ છે કે, ૧૫ એપ્રિલ થી ભૂજ મુંબઈ વચ્ચે ચાલતી રેલવે સેવા શરૂ કરવામાં આવશે. જેમાં ભૂજ થી મુંબઈ જનારો પ્રવાસી વર્ગ જૂજ છે જ્યારે મુંબઇ થી ભૂજ આવનારી ટ્રેનો માં અત્યારે ૨૦૦ થી ૩૦૦ વેઇટિંગ લીસ્ટ બતાવે છે. આ બધા પ્રવાસીઓને સ્ક્રીનીંગ કરવા એ મોટો પ્રશ્ન છે. ફરી પાછું આરોગ્ય તંત્ર દોડશે, અને ત્યારે પરિસ્થિતિ વિકટ હશે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. લોકો એવી પણ ચિંતા કરી રહ્યા છે કે લોકડાઉન પછી જો આવું કંઈ થાય તો પોલીસ, પ્રજા અને તંત્ર તમામ ની મહેનત એળે જશે.

લોકડાઉન વચ્ચે ધ્યાન રાખવા જેવી બાબતો

કોરોના વાઇરસના પગલે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે જાહેર જનતા ની હિતાર્થે જ કરવામાં આવ્યું છે. આ વચ્ચે સમાજમાં કાયદો વ્યવસ્થા બગડે તેવા તત્વો દ્વારા બીભત્સ અને અભદ્ર ટિપ્પણી પોસ્ટ કરી શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરવામાં આવે પણ આપણ  આવી અફવા માં આવવું નહીં કે કોઈ અફવા કે ભય ફેલાય તેવા મેસેજ ક્યાંય પણ વહેતા કરવા નહીં. અત્યંત જરૂરી કામ હોય તો અને તોજ ઘર થી બહાર નીકળવું. અને કામ પતે એટલે પોતાના ઘરે પરત આવી જવું.

Post a Comment

0 Comments

close