લોક ડાઉન વચ્ચે મનાઈ હોવા છતાં ભચાઉમાં શ્રીખંડ-કેરીનો રસ-બાસુંદી છૂટ મળે છે

Live Viewer's is = People

લોક ડાઉન વચ્ચે મનાઈ હોવા છતાં ભચાઉમાં શ્રીખંડ-કેરીનો રસ-બાસુંદી છૂટ મળે છે.




ભચાઊ ગામ અને તાલુકામાં ભારતના અલગ અલગ રાજ્યો માંથી ૨૨૮૦ નાગરીકો આવ્યા હોવાનું જાણવા મળેલ છે.જેમને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. પરંતુ કેટલાક ગામના આગેવાનો આરોગ્ય કર્મચારી-વહીવટી તંત્ર માટે શિરદર્દ બની ગયા છે.ગમે ત્યાં રોફ જમાવવા માટે ફોન આવી જાય છે.

બીજીબાજુ આર્થિક સમૃદ્ધ, ખાવાપીવાના શોખીન પરિવારો માટે ભચાઉની એક દુકાને આ લોકોની માંગને સંતોષવા માટે રીતસર ભચાઉ અને આસપાસના ગામડાના વિસ્તારમાં શ્રીખંડ, કેરીનો રસ, બાસુંદી, ચીઝ, પનીર અને દૂધની મીઠાઇનો મોટો જથ્થો ઉત્પાદન કરી વેચાઇ રહ્યો છે.ભચાઉમાં લોકડાઉન વચ્ચે મીઠાઇના વેપારીને ત્યાં શ્રીખંડ, કેરીનો રસ, બાસુંદી, ચીઝ, પનીર અને દૂધની મીઠાઇનો મોટો જથ્થો વેચાઇ રહ્યો છે. દિવાળી કરતાં પણ વધુ વેચાણ આ દુકાને થઇ રહ્યું છે. ઇડલી-ખમણ જેવા ખાદ્યપદાર્થોનો આથો નાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ખાણીપીણીની વસ્તુઓનું ઉત્પાદન-નવી વાનગીઓ સાથે કરી નાખ્યું છે જનતા કર્ફ્યુના દિવસથી વહીવટી તંત્રથી લુકાછુપી શરૂ થઇ ગઇ છે

વહીવટી તંત્ર?તરફથી દૂધ-છાશ-શાકભાજી-રાશન-મેડિકલ-દવાખાનામાં છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉન ના પગલે  અબાલવૃદ્ધ તમામ પ્રકારના શહેરીજનો ઘરમાં કેદ છે. નાન ધંધા-રોજગાર ભાંગી ગયા છે તે વચ્ચે દૂધ વેચાણ કેન્દ્રમાં માવા અને આથા વાળી મીઠાઇઓના વેચાણ થકી મોટી આવક શરૂ કરાતાં અનેક લોકો આશ્ચર્ય પામ્યા છે. અવારનવાર આ વેપારીનું ધ્યાન દોરવા છતાંય પોતાની નાણાકીય પ્રવૃત્તિમાં વધારો કરવામાં આવતો રહે છે. બે દિવસ પૂર્વે ધાબા પર દારૂની મહેફિલ માણતા પકડાયા બાદ આ રીતે ચાર પૈડાવાળા વાહનો મારફતે ખરીદી કરતા તત્ત્વો ને કારણે સોશિયલ ડિસ્ટન્સનો હેતુ પણ માર્યો ગયો છે.

ગની કુંભાર, ભચાઊ

Post a Comment

0 Comments

close