ચાઇનાકલે ની આડમાં રાજસ્થાન થી ટેલરમાં લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ, ગાંધીધામ
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરિક્ષિતા રાઠોડ,એસ.પી. શ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગાર નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી, તે દરમ્યાન પોલીસ ઇન્સ ડી.વી.રાણા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે લાકડિયા થી સામખિયાળી નેશનલ હાઇવે રોડ, પાસે આવેલ ન્યુ રામદેવ હોટલ ના ગ્રાઉન્ડ માં પડેલ ટેલર નંબર - આર.જે.-૧૦-જીએ-૪૫૫૮ વાળા માંથી નીચે જણાવેલ મુદામાલ પકડી પાડી નીચે જણાવેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી લાકડિયા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
મુદામાલ :
ભારતીય બનાવટ ની વિદેશી દારૂની ૭૫૦ મિલી ની બોટલો નંગ- ૨૭૩૬ કિ.રૂ. ૯,૫૭,૬૦૦/-
ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ - ૧, કિં.રૂ.૫૦૦૦/-
એમ કુલ કિં.રૂ. ૧૯,૬૨,૬૦૦/-
આરોપી :
(૧) ગણપતરામ ચીમનારામ જાટ ઉ.વ.૩૦
(૨) કાનારામ નારાયણરામ મેઘવાલ, ઉ.વ.૩૦, રહે. બંને રાજસ્થાન
(૩) વિદેશી દારૂ મોકલનાર પ્રહલાદસિંહ રાજપૂત તથા ગિરિરાજ સિંહ રાજપૂત રહે બન્ને-રાજસ્થાન
આ કામગીરીમા ડી.વી.રાણા, પો.ઇન્સ. તથા એન.વી. રહેવર, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.
0 Comments