જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા મુંદ્રા પોર્ટ ની મુલાકાતે

Live Viewer's is = People
દરીયાઇ સુરક્ષા સમીક્ષા અનુસંધાને મુંદરા પોર્ટની વિઝીટ લેતા પશ્વિમ કચ્છ-ભુજ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિલોમીટરનો દરીયાઇ વિસ્તાર ધરાવતું રાજ્ય છે જે દરીયાઇ સુરક્ષાના હેતુસર જે જે જીલ્લામાં દરીયાઇ વિસ્તાર આવેલ છે. તે જગ્યાએ મરીન પોલીસ સ્ટેશનો સ્થાપીત કરવામાં આવેલ છે અને તે અનુસાર દરીયાઇ સુરક્ષાન લગતી તમામ બાબતોને ધ્યાને લેવામાં આવેલ છે. તથા ગુજરાતમાં દરીયાઇ વિસ્તારોમાં અલગ અલગ પોર્ટ પણ આવેલ છે તેવી રીતે કચ્છ જીલ્લામાં મુંદરા મધ્યે અદાણી પોર્ટ આવેલ છે.

પશ્વિમ કચ્છના મુંદ્રા ના મહત્વના ઔદ્યોગિક એકમ એવા મુંદરા પોર્ટ વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા, પશ્વિમ કચ્છ-ભુજનાઓએ મરીન પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ તથા મુંદરા પોર્ટ વિસ્તારમાં તથા દરીયાઇ સીમા સુરક્ષા અંગે વિઝીટ લેવામાં આવી તેમજ સુરક્ષા ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જરૂરી માર્ગદર્શન આપવમાં આવેલ છે.

Post a Comment

0 Comments

close