ગીર સોમનાથ ના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે વેરાવળ તાલુકાકક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો

Live Viewer's is = People

  ગીર સોમનાથ ના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે વેરાવળ તાલુકાકક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો



   ગીર સોમનાથ ના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાકક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂત લાખાભાઈ સોલંકી, રાજેશભાઈ રામ અને પ્રતાપભાઈ ડોડીયાને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
     કલેકટર એ ખેડૂતોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ખેતીવાડીએ વિશ્ર્વનો સૌથી જુનો વ્યવસાય છે. આ વ્યવસાય હજારો વર્ષોથી ચાલતો આવે છે અને ભવિષ્યમાં પણ ખેતીવાડી વ્યવસાય ચાલવાનો જ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ખેડૂતોએ સમય સાથે પરિવર્તન કરવું ખુબજ જરૂરી છે. અગાઉ પુષ્કર પ્રમાણમાં જમીન માંથી પાણી મળી રહેતુ હતું તે સમયમાં ખેતી અલગ રીતે કરતા હતા. પરંતુ આજના સમયમાં પાણીની અછત વચ્ચે સારી ખેતી જુદી-જુદી વૈજ્ઞાનિક પધ્ધતિથી કરી શકાય છે. ખેડૂતોએ ખેતરની જરૂરીયાત મુજબ પાણી, ખાતર અને બિયારણ આપી જૈવિક ખેતી કરવાની ખાસ જરૂર છે. કેમિકલયુક્ત રસાયણનો ઉપયોગ ટાળી પશુ-પાલનના મળ-મુત્ર માંથી જૈવિક ખાતર બનાવી તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. કૃષિ મહોત્સવએ આપણા માટે ઉત્સવ બની ગયો છે. કૃષિ મહોત્સવ ખેડૂતો સાથે સંકળાયેલ છે. ખેડૂતોએ સુક્ષ્મ પધ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરવી જોઈએ. જળ સંચય કરી પાણીનો બચાવ કરવો આવશ્યક છે. જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ક્યારે વાવણી કરવી, ક્યા સમયે ખાતર આપવુ, જમીનની ચકાસણી કરાવવી તેમજ જમીનમાં ખુટતા પોષક તત્વો આપવા જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતા જળવાય રહે છે. દ્રીપ પધ્ધતિથી ખેતી કરવામાં આવે તો ખાતરની ઓછી જરૂરીયાત, વીજળી બચત અને માણસોની પણ ઓછી જરૂરીયાત પડે છે. પાકને રોગ, જીવાત અને નિંદામણ નુકશાન કરે છે. પાકને સૌથી વધુ નુકશાન નિંદામણના કારણે થાય છે. ગાજર ઘાસ નામનું નિંદામણએ જમીન અને પાક માટે ખુબજ વધુ પ્રમાણમાં નુકશાન કરે છે. આ ઘાસનો ઉપદ્રવ ખુબ ઝડપથી થાય છે. રોડ-રસ્તા કે જંગલમાં જ્યા ગાજર ઘાસનો ઉપદ્રવ હોય ત્યાં તે માનવ અને પશુને પણ નુકશાન કરે છે. જેથી ગમે તે જગ્યાએ આ ઘાસનો ઉપદ્રવ હોય તો તેનો તુરંત નિકાલ કરવો જોઈએ.


          પ્રગતિશીલ ખેડૂત લાખાભાઈ સોલંકીએ કહ્યું હતું કે, પશુ એક છે તેના ફાયદા અનેક છે. પશુ-પાલન વ્યવસાય ખુબજ કાળજી કરવામાં આવે તો તેમાં ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે. પશુઓને હંમેશા ઝાડના છાયા નિચે બાંધવા જોઈએ. રાજેશભાઈ રામે તેમના અનુભવ જણાવતા કહ્યું હતું કે, હું શાક-બકાલાનું વાવેતર કરું છુ. તેની સાથોસાથ પશુપાલન વ્યવસાયનો પણ ઉછેર કરવામાં આવતા આ બન્ને વ્યવસાયથી મારી છાપ પ્રગતિશિલ ખેડૂત તરીકે બનાવી છે. પ્રતાપભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે , મે પશુ પાલન વ્યવસાય કર્યો હતો. આ વ્યવસાય કાળજીપુર્વક અને સારી રીતે કરવામાં આવે તો ચોક્કસ પણે ખેડૂતોને આર્થિક લાભ થાય છે.

             શેરડી સંશોધન કેન્દ્રના દાયનાસાહેબે જણાવ્યું હતું કે, ખેતી કરવા માટે સુક્ષ્મપધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરીયાત મુજબ જ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પ્રમાણમાં બિયારણનો ઉપયોગ કરવાની જમીનને નુકશાન થાય છે. ખેતી બિન હાનિકારક કરવી જોઈએ. ફીશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડો.પી.આર.ટાંકે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને ૧૬૦૦ કિ.મી.વિસ્તારનો દરિયાકિનારો મળ્યો છે. ખેતી, પશુ-પાલન અને મત્સ્યવિભાગનો કૃષિમા સમાવેશ થાય છે. દરિયા કિનારેથી મળી આવતી સેવાળમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આ સેવાળનો યોગ્ય પધ્ધતિ મુજબ જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. જે ફાયદાકારક સાબિત થાય છે. તેમજ દરિયા કિનારે આવેલી બંજર જમીનમાં જીંગા ઉછેરની ખેતી કરી શકાય છે.

Post a Comment

0 Comments

close