તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

ભુજ : ST ડ્રાઈવર-કંડક્ટરોની આંખોની તપાસ સાથે માર્ગ સલામતીનો પાઠ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

Bhuj GSRTC

રોહિત પઢિયાર | ભુજ : ‘સેવા સંકલ્પ અભિયાન -2026’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ થીમને સાકાર કરવા માટે ભુજના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આરોગ્ય અને માર્ગ સલામતીને જોડતો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો માટે આંખની તપાસ તેમજ માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bhuj GSRTC
બસ ડ્રાઈવરની કામગીરીમાં સ્પષ્ટ દૃષ્ટિનું વિશેષ મહત્વ હોવાથી કેમ્પ દરમિયાન આંખોના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત આંખના તબીબોની ટીમે આશરે 90 ડ્રાઈવર અને કંડક્ટરની આંખો તપાસી હતી. તપાસમાં દૃષ્ટિની ક્ષમતા ઉપરાંત આંખોના નંબર, કલર બ્લાઇન્ડનેસ તેમજ નજીક અને દૂરની દૃષ્ટિ સહિતના જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

90 જેટલા ડ્રાઈવર-કંડક્ટરની દૃષ્ટિ તપાસાઈ, નબળી દૃષ્ટિ ધરાવતા કર્મચારીઓને સારવાર અને ચશ્મા અંગે માર્ગદર્શન અપાયું

તપાસ દરમિયાન જે કર્મચારીઓમાં દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ જણાઈ હતી, તેમને આગળની સારવાર, ચશ્માની જરૂરિયાત અને જરૂરી તબીબી સલાહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાંબા અંતરની મુસાફરી દરમિયાન તેમજ ખાસ કરીને રાત્રિના સમયે બસ ચલાવતી વખતે આંખો પર પડતા તાણથી બચવા માટે પણ તબીબોએ ઉપયોગી સૂચનો આપ્યા હતા.

Bhuj GSRTC
કાર્યક્રમમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વી.આર. ચૌધરી તથા GSRTCના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. વી.આર. ચૌધરીએ બસના ડ્રાઈવર અને કંડક્ટરોને માર્ગ સલામતીના નિયમો અંગે સમજણ આપતાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, નિયંત્રિત ઝડપ અને મુસાફરોની સુરક્ષા પ્રત્યે સતત સતર્કતા જરૂરી છે. ઓવરસ્પીડિંગ જેવી જોખમી બાબતો ટાળવા તેમજ માર્ગ પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે પણ કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

Bhuj GSRTC


માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોની સાવચેતી અને નિયમપાલન મહત્વપૂર્ણ છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ ડ્રાઈવર અને કંડક્ટરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા સુરક્ષિત પરિવહન માટે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ રીતે આરોગ્ય તપાસ સાથે સલામત મુસાફરીનો સંદેશ આપતો આ કાર્યક્રમ યોજાયો હતો.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ