72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં વિવિધ ભાષા, પ્રદેશ અને ફિલ્મ નિર્માણની અલગ-અલગ શૈલીનું પ્રતિબિંબ જોવા મળશે. ‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે ‘ભંગાર’ને શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ અને ‘રામ-નામી’ને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીનો પુરસ્કાર આપવામાં આવશે.
અભિનય ક્ષેત્રમાં ‘બ્રમાયુગમ’ માટે મમ્મૂટ્ટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાના સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. ‘આર્ટિકલ 370’માં અભિનય બદલ યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળશે. ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે રણદીપ હૂડાને શ્રેષ્ઠ ડેબ્યૂ દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
‘કલ્કિ 2898 એડી’, ‘અમરન’, ‘પુષ્પા: ધ રૂલ પાર્ટ-02’, ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સ્ત્રી 2’ સહિતની ફિલ્મોને પણ વિવિધ કેટેગરીમાં સન્માન મળશે.
1954માં શરૂ થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આજે ભારતીય સિનેમાની સર્જનાત્મકતા અને વૈવિધ્યની નોંધ લેતા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સન્માન તરીકે ઓળખાય છે. એકતાનગરથી શરૂ થતી આ નવી પરંપરા આગામી વર્ષોમાં દેશના અલગ-અલગ પ્રદેશોમાં ભારતીય સિનેમાની ઉજવણીને લઈ જવાનો માર્ગ ખોલશે.


0 ટિપ્પણીઓ: