તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

શ્રીનગર : કાશ્મીરમાં ગુંજ્યો સરદાર પટેલનો ઇતિહાસ: ‘અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા’ ગ્રંથનું લોકાર્પણ

— જાહેરાત (Google AdSense In-Article Top) —

Maninagar Swaminarayan Gadi Sansthan
રોહિત પઢિયાર| ભુજ : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા પ્રકાશિત ‘અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા – Sardar Patel and Kashmir: The Untold History’ પુસ્તકનું કાશ્મીરના શ્રીનગર ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાના હસ્તે ગ્રંથનું લોકાર્પણ કરાયું હતું.

ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરી દ્વારા સંશોધિત અને સંપાદિત આ ગ્રંથમાં કુલ ૧૧૯ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને કાશ્મીર સાથે સંકળાયેલા ઐતિહાસિક પાસાઓને સંશોધનના આધારે રજૂ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ ગ્રંથના પ્રકાશનને આવકારતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે કરવામાં આવેલા સંકલન અને સંશોધન દ્વારા ઇતિહાસના મહત્વપૂર્ણ પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રના એકીકરણમાં રહેલા યોગદાનને યાદ કરતાં વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત માનવીય અભિગમ સાથે કરવામાં આવતાં વિવિધ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અંગ્રેજી ભાષામાં આ ગ્રંથનું પ્રકાશન કરી ઐતિહાસિક વિષયને વ્યાપક વાચકવર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરીએ સંસ્થાનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણ અને લોકહિત સાથે જોડાયેલા કાર્યો અંગેના સંશોધનને પ્રોત્સાહન આપવા બદલ તેઓ સંસ્થાન પ્રત્યે ઋણ સ્વીકારે છે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ