તારીખ લોડ થાય છે... | ગુજરાત, ભારત
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે - તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...

સમાચાર શોધો

— જાહેરાત (Google AdSense) —

ભુજના ગણેશનગરમાં જુગારધામ પર LCBની રેડ, રૂ. 27,800 રોકડા સાથે 7 ઝડપાયા

— જાહેરાત (Google AdSense In-Article Top) —
The News Times

ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણનાપાત્ર જુગારનો કેસ ઝડપી પાડ્યો છે. ગણેશનગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે રહેણાક મકાનના આંગણામાં ખુલ્લી જાહેર જગ્યાએ ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો

ન્યૂ જર્સીમાં આચાર્ય સ્વામીનું સન્માન

પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરતાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 27,800 રોકડા તેમજ ધાણીપાસા નંગ-2 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં પ્રતાપગર કેશવગર ગોસ્વામી (ઉં.35), મનોજગર દયાલગર ગોસ્વામી (ઉં.35), વિનોદપુરી ત્રિકમપુરી ગોસ્વામી (ઉં.45), રામજીકુમાર નારાણભાઇ ચાડ (આહીર) (ઉં.24), જગદીશભાઇ ગેલાભાઇ બારોટ (ઉં.41), વિપુલ રમેશભાઈ મોઢ (ઉં.34) અને પુનશી પાલુભાઈ ગઢવી (ઉં.30)**નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજ અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની જુગારની બદી નાબૂદ કરવા અંગેની સૂચનાના અનુસંધાને કરવામાં આવી હતી.

LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI સુરેન્દ્રસિંહ ઝાલા, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી તથા PC ભરતભાઈ ગઢવી સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સાતેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર શેર કરો: WhatsApp Telegram Facebook X / Twitter
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ: