તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

કંડલા પોર્ટમાં મોતનો મેનહોલ! કાર્ગો હોલ્ડમાં ત્રણ મજૂરોના કરુણ મોત

— જાહેરાત (Google AdSense In-Article Top) —

કંડલા પોર્ટ પર દુર્ઘટના : કાર્ગો હોલ્ડમાં બેભાન મળેલા ત્રણ મજૂરોના મોતથી ચકચાર

The News Times


કંડલા પોર્ટના બર્થ નંબર ૧૩ પર કાર્ગો હેન્ડલિંગ દરમિયાન બનેલી દુર્ઘટનાએ બંદર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. એમ.વી. પેન ઓપ્ટિમમ નામના જહાજ પર ચાલી રહેલી સ્ટીવેડોરિંગ કામગીરી દરમિયાન ત્રણ મજૂરો અચાનક કાર્ગો હોલ્ડમાં બેભાન હાલતમાં મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ત્રણેય મજૂરોના મોત નિપજતાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


મળતી માહિતી મુજબ, જહાજ પર સ્ટીવેડોરિંગ કામગીરી Rishi Shipping India Private Limited દ્વારા હાથ ધરવામાં આવી રહી હતી, જ્યારે જહાજ એજન્ટ તરીકે D.B.C. & Sons કામગીરી સંભાળી રહ્યા હતા. કાર્ગો કામગીરી દરમિયાન મીરા કાર્ગો હેન્ડલિંગ ખાતા હેઠળ કામ કરતા રાજેશ, માસુક અલી અને રાજ કુમાર નામના ત્રણ મજૂરો જહાજના કાર્ગો હોલ્ડ નંબર ૦૩ના પ્રવેશદ્વાર નજીક બેભાન હાલતમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો....

ભુજમાં માનવતાનો અનોખો ઉત્સવ....

ઘટનાની જાણ થતાં જહાજના ક્રૂ સભ્યો અને અન્ય સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે મહેનત બાદ ત્રણેયને કાર્ગો હોલ્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંદર તરફથી એમ્બ્યુલન્સ બોલાવીને બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.


પ્રાથમિક તબક્કે ઘટનાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ઓક્સિજનની અછત, ઝેરી વાયુ અથવા અન્ય ટેકનિકલ કારણોની શક્યતા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ સંબંધિત બંદર અને પ્રશાસનિક અધિકારીઓને કરવામાં આવી છે અને હવે મામલાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


આ દુર્ઘટનાએ બંદર વિસ્તારમાં કાર્યરત મજૂરોની સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ખાસ કરીને જહાજના કાર્ગો હોલ્ડ જેવા જોખમી વિસ્તારોમાં કામ કરતી વખતે સુરક્ષા સાધનો અને ગેસ ચેકિંગ જેવી પ્રક્રિયાઓ કેટલી અસરકારક રીતે અમલમાં મૂકાય છે તે મુદ્દે પણ ચર્ચા તેજ બની છે.

______________________________

અહેવાલ: રોહિત પઢિયાર | ભુજ - કચ્છ.

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ