તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

હવે રેડિયો પર સંભળાશે કચ્છી ભાષામાં "કચ્છ જા વાવડ"

— જાહેરાત (Google AdSense In-Article Top) —

આકાશવાણી ભુજના સમાચાર વિભાગની એક નવી પહેલ: કચ્છી ભાષામાં "કચ્છ જા વાવડ" નામથી નવો સાપ્તાહિક કાર્યક્રમ પ્રસારિત થશે

દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ અને ભાતીગળ સંસ્કૃતિ ઉપરાંત, અનોખી ભાષા માટે પણ જાણીતો છે. કચ્છ ઉપરાંત, ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા કચ્છીઓ તેમજ આફ્રિકાના વિવિધ દેશો, મધ્ય પૂર્વ એશિયાના દેશો તથા બ્રિટન, અમેરિકા, જેવા દેશોના ઘણા શહેરોમાં વસેલા કચ્છી સમુદાય દ્વારા કચ્છી ભાષા બોલવામાં આવે છે.

કચ્છીઓની માંગ અને 'કચ્છી' ભાષાના વ્યાપને ધ્યાનમાં રાખીને આકાશવાણી ભુજના સમાચાર વિભાગ (RNU) દ્વારા એક નવી પહેલરૂપે આજે ૩ જૂનથી કચ્છી ભાષામાં "કચ્છ જા વાવડ" નામનો નવો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. દર મંગળવારે સાંજે ૫:૪૫ વાગ્યે પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં સપ્તાહભરના કચ્છના મહત્વના સમાચાર કચ્છી ભાષામાં રજૂ કરવામાં આવશે.

RNU ભુજના વડા ડૉ. ચિરાગ ભોરણીયાએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, દેશના આ મહત્વપૂર્ણ સરહદી જિલ્લાની વિશાળતા અને વિશિષ્ટ પરંપરાગત ઓળખને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને પ્રદર્શિત કરશે તેમજ કચ્છી ભાષાને પ્રોત્સાહન આપશે. જયારે, આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના વડા શ્રી જયેશ રાવલે આ કચ્છી કાર્યક્રમને આકાશવાણી ભુજની યશકલગીમાં વધુ એક પીંછા સમાન ગણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, RNU ભુજ હાલમાં ગુજરાતીમાં વિવિધ દૈનિક સમાચાર બુલેટિન, હેડલાઇન્સ, સમાચાર સમીક્ષા- ‘પ્રાસંગિક’ તેમજ સાપ્તાહિક ન્યુઝ રીલ કાર્યક્રમ 'સમાચાર દર્પણ'નું પ્રસારણ કરે છે. આ ઉપરાંત, દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત કચ્છી બુલેટિન પણ રજૂ કરવામાં આવે છે. હવે આજથી કચ્છીમાં આ નવા સાપ્તાહિક કાર્યક્રમની શરૂઆત થવાથી શ્રોતાઓનો મોટો સમૂહ રેડિયો અને સોશિયલ મીડિયા (યુટ્યુબ ચેનલ RNU Bhuj) ના માધ્યમથી આકાશવાણી સાથે જોડાશે.

અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.

મો. 966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ