તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

વોઈસ ઓફ કચ્છની ગાયન સ્પર્ધામાં ભુજની અંતરા ભટ્ટ દ્વીતીય નંબરે વિજેતા.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

બ્રહ્મસમાજની બાળાની તેજસ્વીનીતા વોઈસ ઓફ કચ્છની ગાયન સ્પર્ધામાં ભુજની અંતરા ભટ્ટ દ્વીતીય નંબરે વિજેતા.



અંતરા ભટ્ટ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લગ્નગીત ગાયનમાં પાછલા ત્રણ વર્ષથી પ્રથમ રહીને એક વખત ઝોન પ્રથમ તથા રાજયકક્ષાએ કચ્છનું કરી ચૂકી છે પ્રતિનિધિત્વ, તો કલામહાકુંભમાં ત્રણ વર્ષથી પ્રથમથી તૃતીય મેળવી રહી છે સ્થાન : રાષ્ટ્રીય ટીવી ચેનલ સોની પર પ્રસારિત થતા સુપર સ્ટાર સિઝન થ્રીમાં જજીસ રાઉન્ડ સુધી પામી ચુકી છે પસંદગી તો જી-ટીવી પર પ્રસારિત થતા ઈન્ડીયા ગોટ ટેલેન્ટમાં ૧પ વર્ષની વયજુથમાં કચ્છમાથી એક માત્ર સ્પર્ધક તરીકે થઈ હતી પસંદ


ભુજ : તાજેતરમાં જ ભુજ મધ્યે વોઈસ ઓફ કચ્છની સિંગિગસ્પર્ધાનું આયોજન લાયન્સ હોલ મધ્યે કરવામાં આવ્યું હતુ. લાયન્સ કલબ ઓફ ભુજ-કવીન , ઈન્નર વ્હીલ કલબ ઓફ માધાપર લોટસ, શકિત મહીલા સંગઠન, ઈન્નર વ્હીલ કલબ ઓફ ભુજ કેપીટલ તથા સુર સંગમ મ્યુઝિકલ કલબના સંયુકત ઉપક્રમે યોાજાયેલ ગાયન સ્પર્ધામાં કચ્છભરમાથી ૬૦ જેટલા સ્પર્ધકોએ જુદી-જુદી વયજુથમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૦થી ર૧ વર્ષની વય જુથમાં ભુજની માત્ર ૧૧ વર્ષીય અંતરા ભટ્ટએ દ્વીતીય નંબર હાંસલ કરી અને એરફોર્સ સ્કુલ, બ્રહ્મા સમાજ તથા સ્વ.રસિકલાલ ભટ્ટ પરીવારનું ગૌરવ વધુ એક વખત વધાર્યુ છે. 

આ સ્પર્ધામાં પ્રથમ ઓડીશન રાઉન્ડ અને તે બાદ ફાઈલન રાઉન્ડમાં સ્પધકોએે પસંદગીનું ગીત રજુ કરવાનુ હતુ જેમાં અંતરા ભટ્ટએ ઘર મોરે પરદેસીયાઅને અજી રૂઠ કર કહાં જાઈએગાના મધુર ગીતો પોતાના કોકીલ કઠે રજુ કરી અને સૌ નિર્ણાયકો તથા ઉપસ્થિતોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દેહુતિબેન ગઢવી, જાનવીબેન તથા હિર્ષિદાબેને સેવા આપી હતી. નોધનીય છે કે, અંતરા ભટ્ટ આ પહેલા પણ ગીત-સંગીતના સુપર સ્ટાર સિઝન-થ્રીના સોની ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમના જજીસ રાઉન્ડ સુધી પસંદગી પામેલ છે તથા જી-ટીવી પર પ્રસારીત થતા ઈન્ડીયા ગોટ ટેલેન્ટના કાર્યક્રમ માટે પણ અન્ડર ૧પ વયજુથમાં રાજયની એકમાત્ર ગાયિકા તરીકે સ્થાન મેળવી ઉત્તરપ્રદેશના ઝાંખી મધ્યે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલે માટે આમંત્રણ મેળવીચુકી છે. ઉપરાંત શાળાકીય કક્ષાએ યોજાતા જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પાછલા ચાર વર્ષથી જિલ્લામાં પ્રથમ અને એક વખત ઝોનકક્ષાએ પ્રથમ રહી રાજયસ્તરે કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તો કલામહાકુંભમાં સતત ત્રણ વર્ષથી અંતરા ભટ્ટ ૧થી તૃતીય નંબર હાંસલ કરી છે. 

તાજેતરમાં જ યોજાયેલ વોઈસઓફ કચ્છ કરાઓકે ર્સ્પધામાં વિશેષ અતિથીપદે જોરૂભા રાઠોડ, શંકરભાઈ સચદે, નીતીભાઈ કેશવાણી, નવીનભાઈ આઈયા, જટુભાઈ રાઠોડ, રસિકભાઈ મકવાણા, ઝવેરીલાલ સોનેજી સહીતના ઉપસ્થિત દિગ્ગજોએ અંતરાની ગાયકી અને સિદ્ધીને બિરદાવી હતી. અંતરા સુગમ સંગીતનું પદ્વતિસરનું જ્ઞાન ભુજ સ્પા એકેડમીના રીમાબેન ખત્રી પાસેથી મેળવી રહી છે. અંતરાએ વોઈસ ઓફ કચ્છની ર૧ વર્ષની વયજુથ સુધીની કેટેગરીમાં માત્ર ૧૧ વર્ષની વયે જ દ્વીતીય ક્રમ હાંસલ કરીને વધુ એક વખત સંગીત ક્ષેત્રે મેળવેલી સિદ્ધી બદલ આયોજક સંસ્થાઓના બીના બેન ભાનુશાલી, ડો. મમતાબેન ભટ્ટ, કમલબેન જોષી, ભાવેશભાઈ ઠકકર, ડીમ્પલબેન દોશી, તથા મિલે સુર હમારા વિમેન્સ કરાઓકે ગ્રુપની ટીમ પુજાબેન અચાયી, સુર આરાધના કરાઆકે ગ્રુપની ટીમ ભુપેનભાઈ મહેતા, ગાતા રહે મેરા દીલ ગ્રુપ,(માધાપર)ટીમ નીતીનભાઈ પંડયા એન-વી કરાઓકે ગ્રુપ (માંડવી)ની ટીમ નિરવભાઈ શાહ ઉપંરાત ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.

અહેવાલ :- રોહિતસિંહ પઢિયાર, ભુજ - કચ્છ.

મો. 966 492 8653

અમારી સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

ધ ન્યુઝ ટાઈમ્સ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ધ ન્યુઝ ટાઈમ્સ (The News Times) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ધ ન્યુઝ ટાઈમ્સ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ.

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ