તારીખ લોડ થાય છે...
બ્રેકિંગ ન્યૂઝ
The News Times પર આપનું સ્વાગત છે | તાજા સમાચારો માટે જોડાયેલા રહો... કચ્છ અને ગુજરાતના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સતત 24 કલાક ઉપલબ્ધ...
અથવા

વિડિઓ સમાચાર (Shorts)

The News Times

સમાચાર શોધો

નડાબેટ નજીક ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો.

— જાહેરાત (Google AdSense In-Article Top) —

નડાબેટ નજીક ભારત,પાક. આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો.



BSF જવાનોએ પકડી સુઇગામ પોલીસને સોંપ્યો.પોલીસ સહિત વિવિધ તપાસ એજન્સીઓએ પૂછપરછ હાથ ધરી.


ભારત પાક.આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ નજીકથી સોમવારે ભારતીય સીમામાં પ્રવેશ કરતા એક પાકિસ્તાની નાગરિકની BSFના જવાનોએ ધરપકડ કરી,સુઇગામ પોલીસને હવાલે કરતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે,



બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ સુઇગામ તાલુકા ભારત પાક.આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા છે, સરહદ પર અવાર નવાર પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓ ઝડપાતા હોય છે, ત્યારે સોમવારે નડાબેટ નજીકની ભારત પાક.બોર્ડર શંકાસ્પદ હિલચાલ કરતો અને ભારતીય સીમામાં તારની વાડ માં પ્રવેશ કરી ઘુસણખોરી કરતા એક ઈસમને BSF જવાનોએ કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.તેને પકડી BSF ચોકી પર લઈ જઈ તેની પૂછપરછ કરતા તેણે તેની ઓળખ મગન S/O ભૂરો રહે પુનમાં નગરપારકર પાકિસ્તાનનો હોવાનું જણાવ્યું હતું,BSF ની પ્રાથમિક પૂછપરછમાં ઉપરોક્ત વિગતો જાણવા મળી છે,બાદ સોમવાર સાંજે BSF દ્વારા પાકિસ્તાની નાગરિકને સુઇગામ પો.સ્ટેશને સુપ્રત કરાતાં પાકિસ્તાની નાગરિક ક્યાં ઈરાદાથી ભારતીય સીમામાં પ્રવેશવા આવ્યો હતો,જે અંગે સુઇગામ પોલીસ સહિત વિવિધ તપાસ અને ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની નાગરિકની પૂછપરછ હાથ ધરી છે,

અહેવાલ : રાજુજી ઠાકોર, સુઈગામ, બનાસકાંઠા

સમાચાર શેર કરો:
— જાહેરાત (Google AdSense In-Article Bottom) —
💬
વોટ્સએપ ચેનલમાં જોડાઓ

ગુજરાત અને દેશ-વિદેશના તાજા અને મહત્વના સમાચારો સીધા આપના મોબાઈલ પર મેળવો.

WhatsApp ચેનલમાં જોડાઓ →

💬 વાચકોનો પ્રતિભાવ (Comments)

0 ટિપ્પણીઓ:

— જાહેરાત (Google AdSense) —
હોમ